GSTV

કોરોના સંકટ વચ્ચે આજથી ક્રિકેટનો પુન: પ્રારંભ, ઈંગ્લેન્ડ અને વિન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ

ટેસ્ટ

Last Updated on July 8, 2020 by Karan

કોરોના મહામારીને કારણે માર્ચથી સ્થગિત થઈ ગયેલા ક્રિકેટનો મહામારી વચ્ચે આજથી પ્રારંભ થઈ રહ્યો છે. ઈંગ્લેન્ડ અને પ્રવાસી વિન્ડિઝના કોરોના મુક્ત ક્રિકેટરો વચ્ચે આવતીકાલથી સાઉથમ્પ્ટનના રોસ બોલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં બંધ સ્ટેડિયમમાં પ્રેક્ષકોની ગેરહાજરીમાં મુકાબલો ખેલાશે. કોરોના મહામારીના કારણે આઇસીસીએ અમલમાં મૂકવામાં આવેલા નિયમો અનુસાર ખેલાડીઓ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ પણ કરી શકશે નહી. ભારતીય સમય પ્રમાણે બપોરે ૩ઃ૩૦ વાગ્યાથી ટેસ્ટ મેચનો પ્રારંભ થશેે.

ખેલાડીઓના થયા કોરોના ટેસ્ટ

ત્રણ ટેસ્ટની શ્રેણી રમવા માટે વિન્ડિઝની ટીમ એક મહિના પહેલા ઈંગ્લેન્ડ આવી હતી અને તેઓ ક્વોરન્ટાઈન પિરિયડ પુરો કર્યા બાદ હવે મેદાનમાં ઉતરવા માટે થનગની રહ્યા છે. આ દરમિયાન તમામ ક્રિકેટરો અને મેચ ઓફિસિઅલ્સના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તે નેગેટીવ આવતાં હવે ટેસ્ટ મેચના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે. ઈંગ્લેન્ડનો નિયમિત કેપ્ટન જો રૃટ તેના બીજા બાળકને આવકારવા માટે રજા પર છે, જેના કારણે બૅન સ્ટોક્સ ઈંગ્લેન્ડનું નેતૃત્વ કરશે.

ફૂટબોલ લીગની પણ થઇ શરૂઆત

વિન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરને નવી સિરિઝની નવી જોશભરી શરૃઆતની આશા છેે. કોરોના મહામારી વચ્ચે બંધ સ્ટેડિયમોમાં ફૂટબોલની લીગો શરૃ થઈ ચૂકી છે અને હવે ક્રિકેટ શરૃ થવા જઈ રહ્યું છે, ત્યારે વિશ્વભરના ચાહકો અને આયોજકોની નજર આ મેચ પર રહેશે. કોરોનાના કારણે વિકેટ પડયા બાદ ખેલાડીઓ ભેગા થઈને એકબીજાની સાથે હાથ મિલાવતા કે ગળે મળતાં જોવા નહી મળેે.

આઇસીસીએ કોરોનાના ચેપની સંભાવનાને જોતા લાળથી બોલને ચમકાવવા પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે ફાસ્ટ બોલરોની મુશ્કેલીમાં વધારો થશે.

ઈંગ્લેન્ડ : સ્ટોક્સ (કેપ્ટન), એન્ડરસન, આર્ચર, બૅસ, બ્રોડ, બર્ન્સ, બટલર (વિ.કી.), ક્રાવલી, ડેન્લી, પૉપ, સિબ્લેય, વોક્સ, માર્ક વૂડ.

વિન્ડિઝ : હોલ્ડર (કેપ્ટન), બ્લેકવૂડ, બોન્નેર, બ્રાથવેઈટ, બૂ્રક્સ, કેમ્પબેલ, રોસ્ટન ચેઝ, કોર્નવેલ, ડોવરિચ, ગેબ્રિયલ, હોલ્ડર, શાઈ હોપ, જોસેફ, રેઇફેર અને રોચ.

Read Also

Related posts

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!