GSTV

ચોથા દિવસે પણ ઇંગ્લેન્ડ-પાકિસ્તાનને હતાશા હાથ લાગી, વરસાદને કારણે માત્ર 10 ઓવરની રમત જ શક્ય

ઇંગ્લેન્ડ

Last Updated on August 17, 2020 by Bansari

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચ ટેસ્ટ ક્રિકેટ સિરીઝની બીજી ટેસ્ટ મેચ સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ મેદાન પર રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે પણ વરસાદનું વિધ્ન આડે આવ્યું હતું. અમ્પાયરોએ ટી બ્રેક સમય પછી સ્ટમ્પ્સની જાહેરાત કરી હતી કારણ કે વરસાદ અટક્યો ન હતો. ચોથા દિવસે વરસાદને કારણે માત્ર 10.2 ઓવર જ રમાઈ શકી હતી.

પાકિસ્તાનની પહેલી ઇનિંગ્સ 236 રનમાં સમેટાઈ ગઈ

ચોથા દિવસે પાકિસ્તાને 9 વિકેટે 223 રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમના ખાતામાં 13 રન ઉમેરાયા હતા ત્યારે જયારે મોહમ્મદ રિઝવાન 72 રન બનાવી સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગ જેક ક્રોલીના હાથે કેચ આઉટ થયો હતો. આ મેચમાં પાકિસ્તાનની પહેલી ઇનિંગ્સ 236 રનમાં સમેટાઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડ તરફથી જેક ક્રોલી અને રોરી બર્ન્સે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. શાહીન શાહ આફ્રિદીએ પાકિસ્તાન માટે પહેલી ઓવર નાખી હતી. તેણે ચોથા બોલ પર જ રોરી બર્ન્સને પેવેલિયન ભેગો કર્યો હતો. બીજી સ્લીપ શફિકે તેનો કેચ કર્યો હતો. ત્યારબાદ ડોમિનિક સિબ્લી ક્રિઝ પર આવ્યો હતો. જ્યારે દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે ક્રોલી પાંચ અને સિબ્લી બે રને અણનમ રહ્યા હતા. ઇંગ્લેન્ડનો સ્કોર 5 ઓવરમાં એક વિકેટ પર સાત રન હતો.

Read Also

Related posts

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay
Do NOT follow this link or you will be banned from the site!