GSTV

વરસાદના કારણે મેચના પહેલા દિવસે ફક્ત 49 ઓવરની રમત શક્ય બની, બાબર આઝમની અડધી સદી

મેચ

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટેસ્ટ ક્રિકેટ મેચની સિરીઝ બુધવારે કોરોના વાયરસ મહામારી વચ્ચે શરૂ થઈ હતી. પ્રથમ ટેસ્ટ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ દિવસ વરસાદે મેચની મજા બગાડી હોવાને કારણે માત્ર 49 ઓવરની રમત શક્ય બની હતી. દિવસના અંતે પાકિસ્તાને બે વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. ટીમના વાઇસ કેપ્ટન બાબર આઝમ 69 અને શાન મસુદ 46 રને અણનમ રહ્યા હતા. બાબર આઝમે 70 બોલમાં નવ ચોગ્ગાની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની 14મી અડધી સદી પૂરી કરી હતી.

આબિક અલી અને શાન મસૂદની શાનદાર શરૂઆત

સૌપ્રથમ પાકિસ્તાન તરફથી આબિદ અલી અને શાન મસૂદે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. કલાક બાદ બીજી ઓવરના પહેલા જ બોલ પર આબિદ અલી પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. તેને જોફરા આર્ચર દ્વારા બોલ્ડ કરવામાં આવ્યો હતો. આબિદ અલી 37 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન જ બનાવી શક્યો હતો. અબિદની જગ્યાએ અઝહર અલી ક્રિઝ પર આવ્યો હતો.

ત્યારબાદ અઝહર અલી પણ પોતાનું ખાતું ખોલ્યા વિના જ ક્રિસ વોક્સના બોલ પર એલબીડબલ્યુ થયો હતો. 19મી ઓવરના પહેલા જ બોલ પર વોક્સે એલબીડબ્લ્યુની અપીલ કરી હતી. અને અમ્પાયરે આઉટ આઉટ આપ્યો હતો. જોકે અઝહરે રીવ્યુ લીધો હતો પરંતુ અંતમાં અમ્પાયરનો નિર્ણય જ માન્ય ગણવામાં આવ્યો હતો. કોરોના બાદ પાકિસ્તાન પહેલી વાર ટેસ્ટ મેચ રમી રહ્યું છે તો ઇંગ્લેન્ડે તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટેસ્ટ રમી હતી.

Read Also

Related posts

Income Tax પેયર્સ માટે રાહતના સમાચાર: ITR ભરવાની ડેડલાઈન વધી, હવે 30 નવેમ્બર સુધી કરી શકશો ફાઈલ

Mansi Patel

કામના સમાચાર/ CNG ગેસના ભાવમાં આજથી થશે ઘટાડો, રાજ્યના અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને ફાયદો

pratik shah

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!