GSTV
Home » News » પાકિસ્તાને કરી દીધો રનનો ઢગલો : ઈંગ્લેન્ડે આની પણ બનાવી દીધી મજાક, 6 વિકેટથી હરાવ્યા

પાકિસ્તાને કરી દીધો રનનો ઢગલો : ઈંગ્લેન્ડે આની પણ બનાવી દીધી મજાક, 6 વિકેટથી હરાવ્યા

pakistan england

વર્લ્ડ કપ 2019 હવે 15 જ દિવસમાં શરૂ થઈ જશે, પરંતુ અત્યારથી જ ખબર પડવા લાગી છે કે, વર્લ્ડ કપમાં શું થશે. ઈંગ્લેન્ડમાં અત્યારે પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સીરીઝ ચાલી રહી છે. ત્રણમાંથી એક મેચ ધોવાઇ ગઈ, જ્યારે બેમાં ઈંગ્લેન્ડ જીતી ગયું. બંને ટીમોએ બંને મેચોમાં 350+ રન બનાવ્યા હતા. એટલે આ વખતે ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપમાં બેટ્સમેનોનો દબદબો રહેશે. દુનિયાના ધુરંધર બેટ્સમેન મેદાનમાં ઉતરશે એટલે સ્કોર 400ને પાર કરી જશે.

પાકિસ્તાને ત્રીજી મેચમાં જબરજસ્ત 358 રન બનાવ્યા. ઓપનર ઇમામ ઉલ હકએ જબરજસ્ત 151 રન બનાવ્યા. દર વખતે આટલો મોટો સ્કોર બનાવવો સહેલો નથી હોતો, છતાં ઈંગ્લેન્ડની ટિમે પાકિસ્તાની બોલરોને જબરજસ્ત ધોયા અને 45મી ઓવરના છેલ્લા દડામાં જ ટાર્ગેટ પૂરો કરી દીધો અને જીતી ગયા. જેમાં બેયરસ્ટોએ માત્ર 93 દડામાં 128 રન બનાવ્યા હતા. રૉય, રૂટ, બેન સ્ટોક્સ અને મોઇન અલી પણ બહુ સારું રમ્યા. ઈંગ્લેન્ડ આ મેચ 6 વિકેટથી જીતી ગયું. જો હજી બીજી 5 ઓવર રમ્યા હોત તો, સ્કોર ચોક્કસથી 400ની પાર થઈ જાત.

જે રીતે પાકિસ્તાનના બોલર્સ અત્યારે ધોવાઇ રહ્યા છે, એ જોતાં વર્લ્ડકપમાં શું થશે તેનો અંદાજો તો અત્યારે જ આવી જશે.

Related posts

દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે રાહુલ ગાંધીને માર્યો ટોણો, પીએમનાં કેદારનાથ પ્રવાસ અંગે કરી સ્પષ્ટતા

Path Shah

પંચમહાલનાં શહેરામાં બેફામ પાણીનો વેડફાટ થતાં તંત્રએ નળના કનેક્શન કાપ્યા

Mansi Patel

5 એક્ઝિટપોલમાં કોંગ્રેસના રકાસ બાદ અમિત ચાવડા અને ભરતસિંહે નથી સ્વીકારી હાર, કર્યો 10 સીટનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!