GSTV
Gujarat Government Advertisement

પોર્ન સાઇટને પ્રમોટ કરવા મહિલાએ અપનાવ્યો આ અનોખો રસ્તો,World Cupની ફાઇનલમાં મેદાન વચ્ચે જ ઉતારવા લાગી કપડાં

Last Updated on July 15, 2019 by Bansari

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે દર્શકોના શ્વાસ અધ્ધર થઇ જાય તેવો મુકાબલો થયો. ક્રિકેટ વર્લ્ડ કપના ઇતિહાસમાં કદાચ આનાથી વધુ રોમાંચક મેચ ભાગ્યે જ જોવા મળી હશે. સોમવારે લંડનના લોર્ડઝના મેદાનમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો અને આ સાથે જ વર્લ્ડ કપને એક નવા વિજેતા પણ મળી ગયાં.

જો કે ફાઇનલ મુકાબલામાં બંને ટીમોના ખેલાડીઓના પ્રદર્શન ઉપરાંત એક એવી ઘટના બની જેણે સૌકોઇનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યુ.

હકીકતમાં મેચ દરમિયાન એક મહિલા સ્ટ્રીકર મેદાનમાં ઘુસવાનો પ્રયાસ કરવા લાગી. થોડા સમય સુધી તો તેણે સુરક્ષાકર્મીઓને પણ દોડાવ્યાં.

રિપોર્ટ્સ અનુસાર મહિલા સ્ટ્રીકરનું નામ એલેના વુલિત્સકી છે જે એડલ્ટ વેબસાઇટ માટે જાહેરાત કરે છે. આ એડલ્ટ વેબસાઇટ તેના દિકરાની જ છે.

જો કે મહિલાને તરત જ સુરક્ષાકર્મીઓએ પકડી લીધી અને મેદાનમાં સ્ટ્રિપ કરવાના તેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.

મહિલા લોકપ્રિય યુટ્યૂબર વિટલી ડોરોવેટ્સની મા છે જે એક એડલ્ટ પોર્ન પ્રેન્કિંગ વેબસાઇટ ચલાવે છે.

મહિલા સ્ટ્રીકર પોતાના દિકરાના પોર્ન વેબસાઇટ તરફ સૌકોઇનું ધ્યાન ખેંચવા માંગતી હતી અને તે કેટલીક હદે સફળ પણ રહી.

યુટ્યૂર પ્રેંકસ્ટર વિટલી ડોરોવેટસિકીની મા બ્લેક સ્વિમસૂટમાં હતી અને તે સ્ટેંડ કૂદીને પિચ પર પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી. સુરક્ષાકર્મીઓએ ઘણી મહેનત બાદ તેને ગેમમાં ખલેલ પાડતાં રોકી હતી.

ગત મહિને મહિલાએ દિકરા વિટલીને ગર્લફ્રેન્ડ કિન્સે વોલાંસકી પણ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં સ્ટ્રીકિંગ દ્વારા રાતો-રાત સ્ટાર બની ગઇ હતી.

બંને મહિલાઓએ પોતાના કપડા પર ‘વિટલી અનસેંસર્ડ’ છે. મહિલાના દિકરા વિટલીએ પણ ટ્વિટર પર પોતાના માના સ્ટ્રીકિંગના પ્રયાસ પર કમેન્ટ કરી. વિટલીએ લખ્યું કે, મારી માએ ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલમાં સ્ટ્રીક કરવાનો પ્રયાસ કર્યો. મારી મા બિલકુલ ક્રેઝી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એડમિશન: ખાનગી શાળામાં આજથી શાળા પ્રવેશની કાર્યવાહી શરૂ, વધુમાં વધુ ફોર્મ ભરાય તેવી સરકારમાંથી સીધી સૂચના

Pravin Makwana

કુદકેને ભૂસકે વધી રહી છે ગુજરાતની વસ્તી: 2020ના અંતે વસ્તી 6.55 કરોડ થઈ, ચૂંટણી ટાણે આટલી થઈ છે જનસંખ્યા

Pravin Makwana

કોરોના વાયરસ/ 24 કલાક રાજ્યમાં કોરોનાના 129 કેસ, 2 દર્દીનાં મોત, રિકવરી રેટ 98.24 ટકા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!