ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણીમાં સ્ટેડિયમમાં અડધા જ પ્રેક્ષકોને આવવા દેવાના આયોજન પર બીસીસીઆઇ કામ કરી રહી છે. કોરોનાની માર્ગદર્શિકાઓના પગલે બીસીસીઆઇ આ ફોર્મ્યુલાને અનુસરી શકે છે. તે આ ફોર્મ્યુલાનો અમલ કરનારા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની મદદ પણ લઈ શકે છે.

ઇંગ્લેન્ડ સામેની બંને ટેસ્ટ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે
ઇંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટ ચેન્નઈમાં ચેપોક ખાતે અને છેલ્લી બંને ટેસ્ટ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે. આ સિવાય પાંચ ટી-૨૦ પણ અમદાવાદમાં મોટેરા ખાતે રમાશે. બીસીસીઆઇ આ મુદ્દે બંને રાજ્યોના ક્રિકેટ એસોસિયેશનો સાથે અને આરોગ્ય સત્તાવાળાઓ સાથે વાત કરી રહ્યું છે. જો કે આ માટે બીસીસીઆઇ જાહેર આરોગ્યની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યુ છે અને તે આ મુજબ નિર્ણય લેશે.

પ્રેક્ષકો માટે આ ફોર્મ્યુલા
સૂત્રોએ જણાવ્યું હતું કે જો તમે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ૫૦ ટકા ક્ષમતાએ પ્રેક્ષકોને મંજૂરી આપી શકો તો આ જ ફોર્મ્યુલા પર આઇપીએલમાં પણ કામ કરી શકો છો. અમદાવાદમાં તો એક લાખથી વધારે પ્રેક્ષકોની બેઠક ક્ષમતા છે. તેથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરાવવામાં કોઈ અવરોધ નડી શકે તેમ નથી. આ ઉપરાંત ચેન્નઈ અને અમદાવાદમાં બે અલગ-અલગ બાયો બબલ્સ ઊભી કરવામાં આવનાર છે. તેના પગલે ઇંગ્લેન્ડ પણ પહેલી બે ટેસ્ટ માટે જ તેની ટીમ જાહેર કરવાનું છે.
Read Also
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ