GSTV

પીઠના નીચેના ભાગમાં મને દુખાવો, વિરાટ કોહલી : જાણો હવે કેવો હશે ગેમપ્લાન

Last Updated on August 13, 2018 by Karan

લોર્ડસ ટેસ્ટમેચમાં નિરાશાજનક પ્રદર્શન કરતા ભારતીય ટીમની હાર થઇ છે. ભારતીય ટીમ 159 રને ઇંગ્લેન્ડ સામે હારી ગઇ છે. આ સાથે જ મેજબાન ટીમે પાંચ ટેસ્ટમેચોની શ્રેણીમાં 2-0થી સરસાઇ મેળવી લીધી છે. પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 107 રનમાં પવેલિયન પરત ફરી હતી. બીજી ઇનિંગમાં પણ ભારતીય બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન રહેતા 130 પર બેટ્સમેનો ઓલ આઉટ થઇ ગયા હતા. કપ્તાન કોહલીની આગેવાનીમાં ઉતરેલી લોર્ડ્સ ટેસ્ટમાં વરસાદ બાદ પીચ પર બોલ સ્વીંગ થયા હતા જેના કારણે ઇન્ડિયન બેટ્સમેનો નાકામ રહ્યા હતા.

મેચમાં ભારતીય ટીમના પ્રદર્શનને લઇ નિરાશા જાહેર કરતા કોહલીએ કહ્યું કે, તેને એવું પ્રદર્શન કર્યુ કે જેના પર ગર્વ ના કરી શકાય. તેણે ઇંગ્લેન્ડ ટીમની સખત મહેનતના વખાણ કર્યા અને કહ્યું કે, ખુબ જ મહેનત સાથે જ ઇંગ્લેન્ડે મેચ દરમિયાન યોગ્ય નિર્ણયો લીધા અને પ્રતિબદ્ધતા દેખાડી જે તેમને જીત તરફ લઇ ગઇ.

મેચના પૂર્ણ થયા બાદ કોહલીએ કહ્યું,’અમે રમતમાં જે પ્રદર્શન કર્યુ તેના પર ગર્વ ના કરી શકાય. ગત પાંચ મેચોમાં આવું પ્રથમ વાર બન્યુ છે કે અમે યોગ્ય રીતે રમી શક્યા નથી. અમે હારવા લાયક જ છીએ.’ જોકે, કોહલીએ એવું પણ કહ્યું કે, ખરાબ બેટિંગને હાર માટે જવાબદાર ઠેરવી શકાય નહી.

હું પાંચ દિવસમાં ફિટ થઇ જઇશ.

વિરાટ કોહલીએ કહ્યું- ‘જ્યારે તમે રમી રહ્યાં હોવ છો ત્યારે પરિસ્થિતિ વિશે વિચારી નથી શકતા. ઇંગ્લેન્ડના ખેલાડીઓએ સારૂ પ્રદર્શન કર્યુ અને રન બનાવ્યા. મને લાગે છે કે અમારૂ ટીમ સંયોજન ખોટુ હતું.’ વિરાટ કોહલીએ પોતાની ઇજા વિશે કહ્યું કે હું પાંચ દિવસમાં ફિટ થઇ જઇશ. જોકે, પીઠના નીચેના ભાગમાં મને દુખાવો છે. ખાસ કરીને જેમ્સ એન્ડરસનને લોર્ડસ ગ્રાઉન્ડમાં મળેલો ફાયદો આ માટે કારણભૂત માનવામાં આવે છે કારણ કે જેમ્સ એન્ડરસને પહેલી ઇનિંગમાં લીધેલી પાંચ વિકેટના કારણે જ ભારતીય ટીમ પ્રેશરમાં આવી ગઇ હતી. ઉપરથી ભારતના ઓપનીંગ બેટ્સમેનો અને મીડલ ઓર્ડર પણ કંઇ ખાસ પરફોર્મન્સ ન કરી શકતા હવે ત્રીજી ટેસ્ટમેચ ભારત માટે કરો યા મરોના મુકાબલા સમાન બની રહેશે.

Related posts

ભારતીય સૈન્યનું ઉરીમાં મોટું ઓપરેશન: 3 આતંકવાદી ઠાર કરાયા, મોટા પ્રમાણમાં મળી આવ્યા શસ્ત્ર સરંજામ

Zainul Ansari

કોંગ્રેસના વરિષ્ઠ નેતાનું વિવાદસ્પદ નિવેદન , આગામી દિવસોમાં રાજકીય મોરચે ગરમાવો આવે તેવી શક્યતા

pratik shah

કોંગ્રેસના નેતાઓ ઘરે બેસે / ગુજરાતના નેતાઓને અંધારામાં રાખી કોંગ્રેસ હાઈકમાન્ડનો ગુપ્ત સર્વે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં પણ થશે ભાજપવાળી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!