GSTV

ભારતની હાર માટે જવાબદાર છે આ ભુલભરેલી નીતિઓ!

Last Updated on September 4, 2018 by Bansari

રવિવારે સાઉથમ્પટન ટેસ્ટમાં ભારતનો 60 રને પરાજય થતાં ફરી તેની ખામીઓ ઉભરી આવી છે. જેમાં મહદઅંશે ભારતે કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીનાં ખોટા પ્લેયિંગ ઈલેવનને લીધે ભારત હાર્યુએ બાબત કહી શકાય.

ટીમ મેનેજમેંટ માટે આત્મનિરિક્ષણ કરવાં જેવી બાબત છે અલબત કેપ્ટન વિરાટ કોહલી એ પત્રકારોને એ જ વાત કહી કે ટીમે સારી ફાઈટ આપી. જેમ કે પહેલી ટેસ્ટમાં કુલ્દીપ યાદવને રમાડવાને બદલે સિનિયર ઓફ સ્પિનર અશ્વિનને પસંદ કરવામાં આવ્યો. ભારતનાં ટેક્નિકલ રીતે ખુબ જ ટેલેટેંડ ચેતેશ્વર પુજારાને કોઈ અગમ્ય કારણોસર ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. જેણે ગત ટેસ્ટમાં 132 રનની ઝમકદાર ઈનિંગ રમી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.

તો બીજી ટેસ્ટમાં વરસાદ હોવાં છતાં કુલ્દીપ યાદવ અને અશ્વિનને એમ બે સ્પિનરને સમાવાયા. જેમાં તો ભારતનો ત્રણ દિવસમાં જ નાલેશીભર્યો પરાજય થયો. અને કુલ્દીપ યાદવને ટીમ ઈંડિયા એ સામે રમવાં મોકલી દેવાયો. જ્યારે અશ્વિન હજું પોતાની ઈજામાંથી ઉભરી રહ્યો હતો ત્યાં તેણે 37.1 ઓવર્સ નાખવી પડી તે ટેસ્ટ અલબત ભારત જીતી ગયુ પેસ બોલરનાં તરખાટને લીધે. તો તેનો થાક સિનિયર ઓફ સ્પિનર પર ગત ટેસ્ટમાં સ્પષ્ટ જણાઈ આવતો હતો. તેને સ્થાને રવિંદ્ર જાડેજાને રમાડી શકાયો હોત. તે પીચની રફ સાઈડનો બરાબર ઉપયોગ કરી શકે છે. પણ ભારત જીત મળતા તમામ સમીકરણ ભુલી જાય છે.

Related posts

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, પ્રથમ વખત ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં કર્યો પ્રવેશ

Vishvesh Dave

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

ફટકો / બોક્સર સતીશ કુમારને આવ્યા 7 ટાંકા, મેડલ જીતવા માટે હોટ ફેવરિટ ખેલાડી: કાલે રિંગમાં ઉતરવા અંગે અનિશ્ચિતતા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!