GSTV
Gujarat Government Advertisement

ઈંગ્લિશ સ્વિંગ કિંગ જેણે ભારતની સામે ઝડપી હતી સૌથી વધારે વિકેટ, અન્ય બોલર કરતાં સચિનને સૌથી વધુ આઉટ કર્યો

Last Updated on July 31, 2020 by Karan

ઇંગ્લેન્ડના મહાન બોલર જેમ્સ એન્ડરસનને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે  ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ ખેરવી ચૂક્યો છે અને તેની કરિયરની વિકેટનો આંક 600 ઉપર પહોંચાડવાની નજીક છે. એન્ડરસનની ખાસિયત એ છે કે તે કોઈ પણ વિકેટ પર બોલને સ્વિંગ કરાવી શકે છે. તે ભલભલા બેટસમેનને પોતાની બોલિંગ કાબેલિયતથી પિચ પર નચાવી શકે છે. તેની ગણતરી વિશ્વના સર્વકાલીન મહાન બોલરમાં થવા લાગી છે તેને સ્વિંગ કિંગ પણ કહેવામાં આવે છે. માત્ર ટેસ્ટ જ નહીં પરંતુ વન-ડેમાં પણ તે ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ ધરાવે છે. આજે 30મી જુલાઈએ એન્ડરસનનો જન્મ દિવસ છે. 1982ની 30મી જુલાઈએ તેનો જન્મ થયો હતો.

આમ તો જેમ્સ એન્ડરસને ટેસ્ટ, વન-ડે અને ટી20 તમામ ફોર્મેટમાં શાનદાર દેખાવ કર્યો છે પરંતુ તે ટેસ્ટ મેચનો કિંગ ગણાય છે. કરિયરમાં તેણે 153 ટેસ્ટમાં 589 વિકેટ લીધેલી છે. આમ તે 600 વિકેટથી હવે 11 વિકેટ દૂર છે અને આવતા મહિને ઇંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટન સિરીઝ રમે તે દરમિયાન તે આ રેકોર્ડ હાંસલ કરી શકે છે.

જેમ્સ એન્ડરસને અન્ય બોલરની સરખામણીએ સૌથી વધુ વખત સચિન તેંડુલકરને આઉટ કર્યો છે. ક્રિકેટના ભગવાન સચિનની એકાદ વાર વિકેટ મળે  તો પણ બોલર પોતાની જાતને ધન્ય માને છે જ્યારે એન્ડરસને તો સચિનને નવ વખત આઉટ કર્યો છે. આ ઉપરાંત એન્ડરસને ભારત સામે 110 વિકેટ લીધી છે તો ઓસ્ટ્રેલિયા સામે તે 104 વિકેટ લઈ ચૂક્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!