GSTV
Cricket Sports Trending Videos Viral Videos

ઈંગ્લેન્ડના PM ઋષિ સુનક વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ સાથે રમ્યા ક્રિકેટ, જુઓ વીડિયો

ટી 20 વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડની ટીમે ગુરુવારે દેશના વડાપ્રધાન ઋષિ સુનક સાથે મેચ રમી વિશ્વ ચેમ્પિયન બન્યાની ઉજવણી કરી હતી. વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા બાદ ખેલાડીઓ વડાપ્રધાનને મળ્યા હતા. દરમ્યાન તેઓ દેશના વડાપ્રધાન સાથે ક્રિકેટ રમ્યા હતા. દેશના વડાપ્રધાનનો ક્રિકેટ રમતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન જોસ બટલર અને અન્ય ખેલાડીઓ પણ ક્રિકેટ રમતા નજરે ચઢી રહયા છે.

પીએમ સુનકને જોર્ડને આઉટ કર્યા હતા

નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટી 20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો. વર્લ્ડ કપ જીત્યાના ચાર મહિના બાદ ટીમ દેશના વડાપ્રધાન ઋષિ સુનકને મળી હતી. અને જીતની ભવ્ય ઉજવણી કરી હતી. આ દરમ્યાન પીએમ ઋષિ સુનક ટીમના ખેલાડીઓ જોસ બટલર, જોર્ડન, સેમ કુરેન, ડેવિડ મલાન, ફીલ સોલ્ટ, લિયામ લિવિંગ્સ્ટન, રિચર્ડ ગ્લીસન, ટાઈમલ મિલ્સ સાથે ક્રિકેટ રમ્યા હતા. વડાપ્રધાનનો ક્રિકેટ રમતો વીડિયો થોડી સેકન્ડમાં જ વાઇરલ થઈ ગયો હતો. વીડિયોમાં પીએમ સુનકને જોર્ડનના બોલ પર આઉટ થતા જોઈ શકાય છે.

READ ALSO

Related posts

બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે

Hardik Hingu

IPL : ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલા ચેન્નઈના આ સ્ટાર ખેલાડીએ આઈપીએલને કહ્યું અલવિદા

Hardik Hingu

કર્ણાટક કોંગ્રેસમાં ફરી કકળાટ : પુત્તરંગશેટ્ટીએ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવાનો કર્યો ઈનકાર

Hardik Hingu
GSTV