ઈંગલેન્ડમાં કોરોનાનાં કેસ નવા સ્તરે પહોંચ્યા છે. નવા અભ્યાસથી પ્રકાશમાં આવ્યુ છે કે ફરવરી મહિનામાં 35 વ્યક્તિઓનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં દરેકમાંથી એક શખ્સ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યુ હતું. અભ્યાસના આંકડાઓ પર નજર કરીએ તો તે મૂજબ મોટા ભાગના લોકો ઓમિક્રોન વેરિએંટના બી.2 સ્ટીલ હેલ્થથી સંક્રમીત થયા હતા.તો બીજી તરફ જાપાન દેશે ભારતની સ્વદેશી કંપની ભારત બાયોટેક દ્રારા નિર્મીત કોવિડ-19ની કોવેક્સિન રસીને માન્યતા આપી છે.સાથે જ જાપાનના દુતાવાસે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે વેક્સીન લેનાર લોકો 10 એપ્રિલથી જાપાન યાત્રાએ જઈ શકે છે. યુકેમાં ઈમ્પીરીયલ કોલેજ લંડનના લાંબા ‘રીઅલ-ટાઇમ એસેસમેન્ટ ઓફ કોમ્યુનિટી ટ્રાન્સમિશન (રિએક્ટ-1)’ના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ચેપ દર દર 30 દિવસે ડબલ થાય છે.
અભ્યાસના સર્વેલન્સ ડેટા અનુસાર, સંક્રમણના મોટાભાગના કેસ ઓમિક્રોનના BA.2 ‘સ્ટીલ્થ વેરિઅન્ટ’માંથી આવ્યા છે. આ અભ્યાસ 8 થી 31 માર્ચની વચ્ચે લગભગ 1.10 લાખ સેમ્પલ પર આધારિત છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર પોલ એલિયટે જણાવ્યું હતું કે આટલી મોટી સંખ્યામાં સંક્રમણની પ્રવૃત્તિ ચિંતાજનક છે.

સાવચેત રહેવા અપીલ
ઈમ્પીરીયલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસ્પોન્સ પ્રોગ્રામ ડાયરેક્ટર પોલ એલિયટે કહ્યું, “જ્યારે દેશમાં પ્રતિબંધો પૂરા થઈ ગયા છે, ત્યારે હું લોકોને વિનંતી કરીશ કે તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય તેવા અન્ય લોકોની સુરક્ષા માટે સાવચેતીપૂર્વક કાર્ય કરે.”

જાપાને ભારતના સ્વદેશી કોવેક્સિનને માન્યતા આપી
ભારતની સ્વદેશી કોવિડ-19 રસી ભારત બાયોટેક દ્વારા ઉત્પાદિત કોવેક્સિનને જાપાન દ્વારા માન્યતા આપવામાં આવી છે. જાપાનમાં ભારતીય દૂતાવાસે એક ટ્વીટમાં કહ્યું કે જેમને આ રસી મળી છે તેઓ 10 એપ્રિલથી જાપાન જઈ શકશે. માર્ચ 2022 અને સપ્ટેમ્બર 2021માં યોજાયેલી ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જાપાની સમકક્ષ ફ્યુમિયો કિશિદાએ સકારાત્મક અને રચનાત્મક એજન્ડાને સમર્થન આપ્યું હતું, ખાસ કરીને કોવિડ-19 રસીના કિસ્સામાં.
Read Also
- કહી ખુશી કહી ગમ / મહારાષ્ટ્રમાં ઠાકરેના રાજીનામાં બાદ ભાજપમાં ખુશીનો માહોલ, ફડણવીસને મોં મીઠું કરાવ્યું
- મહારાષ્ટ્ર સંકટ / ઉદ્ધવના રાજીનામા પછી દેવેન્દ્ર ફડણવીસનું થશે રાજતિલક, શિંદેની પણ ચમકશે કિસ્મત
- Breaking / ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલ
- મોટા સમાચાર / સુપ્રીમમાંથી ફટકો પછી સોશિયલ મીડિયા પર ઉદ્ધવ ઠાકરેનું સંબોધન, આપી શકે છે રાજીનામું
- મોટો ખુલાસો / બોપલ ડ્રગ્સ કેસમાં 100 જેટલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાના નામ આવ્યા સામે, તપાસમાં FBIની થઈ એન્ટ્રી