GSTV
Home » News » ઈંગ્લેન્ડ 1992 પછી વર્લ્ડકપની ફાઈનલમાં પહોચ્યું, પાંચ વખતની ચેમ્પિયન ટીમને ચટાવી ધૂળ

ઈંગ્લેન્ડ 1992 પછી વર્લ્ડકપની ફાઈનલમાં પહોચ્યું, પાંચ વખતની ચેમ્પિયન ટીમને ચટાવી ધૂળ

જ્યારે ઓસ્ટ્રેલિયાના આપેલા 224 રનનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે ફક્ત 32.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકને પ્રાપ્ત કર્યો હતો.

ઈંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન જેસન રોય અને જોની બેરસ્ટો રનચેઝમાં શાનદાર શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે ધમાકેદાર 124 રનની ભાગીદારી કરી હતી.

જ્યારે ઇંગ્લેન્ડ 27 વર્ષ પછી ચોથી વાર વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમશે. જ્યારે વર્ષ 1992 પછી પ્રથમ વખત ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું છે.

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમિફાઇનલમાં બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી. જેમાં ઓસ્ટ્રેલિયાએ 224 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી અને 14 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

આરોન ફિન્ચ શૂન્ય રને, ડેવિડ વોર્નર 9 રને અને પીટર હેન્ડસકોમ્બ 4 રને આઉટ થયા હતા. ત્યાર પછી સ્ટીવ સ્મિથે પોતાની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 119 બોલમાં 85 રન કર્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી વોક્સ અને આદિલ રાશિદે 3-3 વિકેટ અને જોફ્રા આર્ચર અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડ : જેસન રોય, જોની બેરસ્ટો, જો રૂટ, ઓઇન મોર્ગન, બેન સ્ટોક્સ, જોસ બટલર, ક્રિસ વોક્સ, માર્ક વુડ, જોફ્રા આર્ચર, લિયમ પ્લેનકેટ અને આદિલ રશિદ 

ઓસ્ટ્રેલિયા: આરોન ફિન્ચ, ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, પીટર હેન્ડસકોમ્બ, માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જેસન બેહરેનડોર્ફ અને નેથન લાયન

READ ALSO

Related posts

પાણીપૂરી બનશે એકદમ લારી કે ઠેલા જેવી, ઘરે બનાવો આ ખાસ મસાલો

NIsha Patel

બેહોશ કરી પહેલાં દાદી અને પછી પૌત્રી સાથે માણ્યું સેક્સ, વીડિયો ઉતારી કરવા લાગ્યો બ્લેકમેઇલ

Karan

વાપીનો ઢાંઢો ડોક્ટર વિકૃત બનતા નર્સને કર્યા અડપલા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!