GSTV

Big Breking / પાકિસ્તાનને મોટો ફટકો, ન્યૂઝીલેન્ડ પછી ઈંગ્લેન્ડે પણ પ્રવાસ કર્યો રદ

Last Updated on September 20, 2021 by Zainul Ansari

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે. ઈંગ્લેન્ડની મહિલા અને પુરુષ ટીમ આગામી મહિને પાકિસ્તાન આવવાની હતી. પરંતુ બોર્ડે વર્તમાન પરિસ્થિતિને જો પ્રવાસ રદ કર્યો છે. અગાઉ ન્યૂઝીલેન્ડે સુરક્ષા કારણોથી પાકિસ્તાનનો પ્રવાસ રદ કર્યો હતો. આ વચ્ચે PCBએ સ્પષ્ટ કર્યું કે તે તેના ઘરેલુ મુકાબલા ન્યૂટ્રલ વેન્યૂ પર નહીં રમે.

ECB તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે ટી20 વર્લ્ડ કપને જોતા અમે અભ્યાસ મેચ રમવા માટે સંમત થયા હતા. સાથે જ મહિલા ટીમનો પણ પ્રવાસ હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા માટે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પ્રાથમિકતા છે. વર્તમાન પરિસ્થિતિમાં આ વધુ મહત્વનું છે. અમે જાણીએ છીએ કે અમને ત્યાં જવા માટે અમારી ચિંતા છે.

ECBએ જણાવ્યું કે ત્યા જવાથી ખેલાડીઓ પર દબાણ વધશે. ખેલાડી પહેલાથી કોરોનાના પરેશાન છે. ટી20 વર્લ્ડ કપ પહેલા તૈયારી માટે સારી આ સ્થિતિ સારી નથી. વર્લ્ડ કપમાં સારુ પ્રદર્શન અમારી પ્રાથમિકતામાં સામેલ છે. ઈંગ્લેન્ડે 2019 વર્લ્ડ કપ ખિતાબ જીત્યો છે. આવી સ્થિતિમાં ટીમ ટી20 વર્લ્ડ કપમાં પણ પોતાનું સારુ પ્રદર્શન આપવા માંગશે.

ન્યૂઝીલેન્ડે પ્રવાસ કર્યો હતો રદ

પાકિસ્તાન ક્રિકેટ પર સંકટના વાદળો ફરી એકવાર ઘેરાયા છે. ન્યુઝીલેન્ડનો પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોને લઈને આ પ્રવાસ રદ્દ કરવામાં આવ્યો છે. પાકિસ્તાન પ્રવાસ પર ન્યુઝીલેન્ડ 3 વન ડે અને 5 ટી20 મેચની સિરીઝ રમવાની હતી.

Read Also

Related posts

Breaking / 28 ઓક્ટોબરથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસીય ગુજરાત પ્રવાસે, PM આવાસ યોજનાના ઉદ્દઘાટન સમારોહમાં આપશે હાજરી

Zainul Ansari

સાહિત્ય પરિષદમાં વિવાદ / મહામંત્રીની કામગીરી સામે વિરોધ : અનેક સભ્યો નારાજ, રાજીનામા પડ્યાં અને પડવાની તૈયારીમાં..

Lalit Khambhayata

ગુજરાત યુનિવર્સિટી વિવાદનું બીજું કેન્દ્ર બની, સમરસ અને યુનિ.ની હોસ્ટેલ શરૂ ન થતા વિદ્યાર્થીઆે મુશ્કેલીમાં

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!