યુવતીએ વજન વધારવા માટે ભર્યુ આ પગલું, કારણ જાણી ચોંકી જશો

ભોજન કરવુ એ કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી જરૂરિયાત છે. ભોજન વગર કોઈ પણ વ્યક્તિનુ જીવન સંભવ જ નથી. પરંતુ ઈંગ્લેન્ડમાં રહેતી એક યુવતીએ લગભગ ભોજન આરોગવાનુ છોડી દીધુ હતું. જેના કારણે તેનો વજન અંદાજે 28 કિલો થયો હતો. તેની સ્થિતિ એટલી બધી દયનીય થઇ હતી કે કોઈ પણ સમયે તેનુ મોત થવાની શક્યતા હતી. જોકે, ત્યારબાદ યુવતીએ કંઈક એવુ કર્યુ, જેના કારણે તેનુ વજન ફરીથી વધવા લાગ્યુ અને હવે તે ખૂબ સુંદર જોવા મળી રહી છે.

ખરેખર, ડર્બીશાયરમાં રહેતી એની વિન્ડલી જ્યારે 15 વર્ષની હતી, ત્યારે તેને એનોરેક્સિયા નામની એક જીવલેણ બિમારી થઇ હતી. આ બિમારીમાં વ્યક્તિને ખાવા-પીવાથી ડર લાગે છે કે ખાવાના કારણે તેનો વજન વધી ના જાય. આ વિકાર વ્યક્તિ પર એટલી હદ સુધી હાવી થાય છે કે પીડિત વ્યક્તિ ખાવા-પીવાનુ છોડી દે છે.

આ બિમારીએ એની વિન્ડલીને સંપૂર્ણ રીતે પોતાની ઝપેટમાં લીધી હતી. એનીનો વજન ઝડપથી ઘટવા લાગ્યો હતો અને એક સમય એવો આવ્યો જ્યારે તેનો વજન અંદાજે 28 કિલો રહી ગયો. ત્યારે એનીને જોઇને એવુ લાગતુ હતુ કે તેણી ફક્ત હાડકાનુ માળખુ હોય.

21 વર્ષની ઉંમર સુધી એનીએ આ બિમારી સામે લડાઈ લડી, પરંતુ ત્યારબાદ તેની સ્થિતિ ખૂબ જ ગંભીર રહેવા લાગી. તેને અમૂક વખત હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવી હતી. ખરેખર, એનીના શરીરમાં જરૂરી પોષક તત્વોની કમી હતી. મીડિયા રીપોર્ટ મુજબ, ખાવાના ડરને કારણે એનીએ 5 વર્ષમાં ફક્ત બ્રેડ અને જામ જ ખાધી હતી. આ દરમ્યાન તબીબોએ પણ સ્પષ્ટ કહ્યું કે જો એની જમવાનુ શરૂ નહી કરે તો ટૂંક સમયમાં તેનુ મોત થઈ જશે.

ગમે તે રીતે એનીએ ચૉકલેટ ખાવાનુ શરૂ કર્યુ, જે તેના માટે વરદાન સાબિત થયું. ખરેખર, ચૉકલેટ ખાવાથી તેનુ વજન વધવા લાગ્યુ હતું. બસ પછી તો એનીએ ચૉકલેટને પોતાની દરરોજની ડાઈટમાં સામેલ કરી લીધુ અને પછી ખાવાના પ્રયાસ પણ કરવા લાગી.

ચૉકલેટના કારણે એનીનુ વજન વધવા માંડ્યું. તેનુ શરીર ભરાવા લાગ્યુ અને ચહેરા પર પણ રોનક આવી. એનીએ જણાવ્યું કે પહેલા મારી સ્થિતિ એવી હતી કે જો હું ખૂબ ખાવાનુ જોવુ તો મારુ મગજ ખરાબ થઇ જતુ હતું. હું પાગલોની જેમ દિવાલ પર માથુ પછાડતી હતી. પરંતુ આશ્ચર્યની વાત છે કે ચૉકલેટના કારણે હું અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છું.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter