શું તમે પણ ડ્રાઈવિંગ ટેસ્ટમાં ફેલ થયા છો? એક વાક થયા હશો, વધારેમાં વધારે ચલો 10 વાર માની લઈએ કે, તમે 10 વાર ફેલ થયા છો. પરંતુ ઈંગ્લેન્ડનો આ વ્યક્તિ 157 વાર ફેલ થયો છે. પછી પણ તે વ્યક્તિએ હાર માની ન હતી. અને હવે 158મી વારમાં તેણે ટેસ્ટ પાસ કરી લીધી છે.

3 લાખ રૂપિયા ફી માટે ખર્ચ કર્યા
સામાન્ય વાત છે ફી તો લાગશે જ. હવે આ અજાણ્યા પુરૂષે વારંવાર ટેસ્ટ પાસ કરવા માટે અત્યાર સુધીમાં 3,000 પાઉન્ડ (3 લાખ રૂપિયા)તો ફી માં જ ખર્ચ કર્યા છે. Mark Tongue કે જે Select car Leasingનાં ડાયરેક્ટર છે. તેઓ કહે છે, ‘હા આ વાત સાચી છે અને જો તમે તેમાં પાસ ન થાવ તો તમારે ટ્રાય એન્ડ ટ્રાય કરતા રહેવું પડે છે.’

એક મહિલાએ તો 117 વાર આપ્યો છે ટેસ્ટ
એવું નથીકે, દુનિયામાં આવું કરવાવાળા આ પુરુષ એકલા છે. ડ્રાઈવિંગ એન્ડ વ્હિકલ સ્ટાન્ડર્ટ એજન્સી દ્વારા રજૂ કરાયેલાં આંકડાઓથી જાણ થાય છેકે, ઈંગ્લેન્ડમાં અત્યારસુધીમાં સૌથી ખરાબ પર્ફોર્મેન્સ એક મહિલાનું રહ્યુ છે. જેણે 117 વાર થિયરી ટેસ્ટ આપી છે અને હજી સુધી તેને પાસ કરી શકી નથી. ત્રીજા નંબર પર એક 48 વર્ષની મહિલા હતી જે આખરે તેનાં 94માં પ્રયાસે પાસ થઈ ગઈ હતી.

શું છે લોકોનું મંતવ્ય
તો કેટલાંક લોકોનું કહેવું છેકે, આટલીવાર ફેસ થયા બાદ આવા વ્યક્તિને લાયસન્સ આપવું જોઈએ નહી. તો અન્ય લોકોનું કહેવું છેકે, આ વ્યક્તિએ જે પણ કર્યુ તેમાં કંઈ પણ ખોટું નથી. તેનાં વખાણ કરવા જોઈએ અને તેમાં શરમની કોઈ વાત નથી.
READ ALSO
- 1લી માર્ચથી રાજ્યમાં 60 વર્ષથી ઉપરના લોકોને અપાશે કોરોના વેક્સિન, અહીં અપાશે વિના મૂલ્યે
- સિક્રેટ પરમાણુ પ્લાન્ટ સેટેલાઈટ તસવીરે ખોલી ઇઝરાયલની પોલ! વિશ્વભરમાં મચ્યો હડકંપ
- રસીકરણ મહાઅભિયાનનો બીજો તબક્કો: કોને લાગશે રસી, કેટલા આપવા પડશે રૂપિયા, આ રહી સમગ્ર વિગતો, જે તમારા કામમાં લાગશે
- કામની વાત/ LPG સિલિન્ડરની કિંમતથી લઇને ATM ટ્રાન્જેક્શનના નિયમો સુધી, 1 માર્ચથી થઇ રહ્યાં છે આ 5 મોટા બદલાવ
- મહિલા જજને હેપ્પી બર્થ ડે કહેવું વકીલને ભારે પડ્યું: 20 દિવસથી જેલમાં છે બંધ, પરિવારના લોકો જામીન માટે કરી રહ્યા છે આંટાફેરા