કોરોના સામેની રસી લીધી હોય તેવી વ્યક્તિ પણ કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે છે, તેવી ચેતવણીરૂપ કોમેન્ટ ઈંગ્લેન્ડના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર પ્રોફેસર જોનાથન વાન-તામે ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું હતું કે, રસી લઈ લીધી એટલે લોકોએ કોવિડથી બેફિકર થઈ જવાની જરૂર નથી. કોરોના સંબંધિત કોઈ પણ રસી લીધા બાદ શરીરમાં વેક્સિન સંબંધિત ઈમ્યૂનિટીને કાર્યરત થતાં ત્રણેક સપ્તાહ લાગી શકે છે. આ કારણે રસી લીધા બાદ પણ લોકોએ સાવચેતી અને લોકડાઉનનું કડકપણે પાલન કરવું અત્યંત જરૂરી છે.

કોરોના સામેની રસી લીધી હોય તેવી વ્યક્તિ પણ કોરોનાનું સંક્રમણ ફેલાવી શકે
પ્રોફેસર જોનાથન વાન તામે એમ પણ ઊમેર્યું કે, કોરોના વિરોધી રસી લેનારા આ જોખમી વાઈરસ અન્યોમાં ફેલાવતાં નથી તેવા કોઈ સ્પષ્ટ પૂરાવા હજુ પ્રાપ્ત થયા નથી. જેના કારણે વેક્સિન લેનારા લોકોએ પણ અન્ય નાગરિકોની જેમ સાવચેતીની માર્ગદર્શિકાનું સખત પાલન કરવું જરૂરી છે. તેમણે એમ પણ જણાવ્યું કે, કોરોના સામેની વેક્સિન આવી ગઈ છે, તે સમાચાર આવકારદાયક છે.

કોરોના સામેની વેક્સિન આવી ગઈ છે, તે સમાચાર આવકારદાયક
જોકે ઉજવણીની સાથે સાથે લોકોએ ધીરજ રાખીને ઘરમાં જ રહેવું હિતાવહ છે. આ સાથે સાથે રસીકરણનો કાર્યક્રમ ચલાવી રહેલી નેશનલ હેલ્થ સર્વિસને સહાયતા કરવી પણ એટલી જ જરૂરી છે. યુકેમાંપણ મોટાપાયે કોરોના સામે રસીકરણ શરૂ થઈ ચૂક્યું છે, પણ ત્યાં કોરોના સંક્રમણ અને મૃત્યુના આંકડા વધી રહ્યા છે.

સપ્તાહાંતે યુકેમાં 1,348 લોકોના કોરોનાના સંક્રમણને કારણે મોત નીપજ્યા હતા. જે છેલ્લા કેટલાક સમયમાં થયેલા દૈનિક મૃત્યુની સંખ્યાનો મહત્તમ આંક હતો. આ સાથે યુકેમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુ 97,329 થઈ ગયા છે. નેશનલ હેલ્થ સેન્ટર દ્વારા પ્રતિ મિનિટ 140 વેક્સિન આપવામાં આવી રહી છે અને અત્યાર સુધી 58 લાખથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે.
58 લાખથી વધુ લોકોને રસી અપાઈ ચૂકી છે
દરમિયાનમાં યુકેના આરોગ્ય મંત્રી મેટ્ટ હાન્કૉકે પણ કહ્યું હતુ કે, વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. તેની સાથે સાથે તમામ સાવચેતી રાખવી જરૂરી છે. વેક્સિન કોરોનાથી તો બચાવે છે, પણ તેના કારણે વ્યક્તિની કોરોનાનું સંક્રમણ ફેલાવતી નથી તે હજુ સ્પષ્ટ નથી. વળી, રસી લીધા બાદ શરીરમાં ઈમ્યુનિટી ડેવલપ થતાં સમય લાગે છે. આ કારણે સંક્રમણને ઘટાડવા અને આરોગ્યકર્મીઓને મદદ કરવા માટે બધાએ ઘરમાં જ રહેવું જરૂરી છે.
READ ALSO
- સગીરાને કોલગર્લ દર્શાવી સોશિયલ મિડિયા પર ‘rate 2500 call me’ લખનાર મહિલાની ધરપકડ, આરોપી હતી પિતાની ફ્રેન્ડ
- કોરોનાના વધતા કેસોને લઇ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, રાત્રિ કરફ્યુનો સમય લંબાવાયો
- કાંધલ જાડેજા પહોંચ્યા SP ઓફિસ, સોશિયલ મીડિયા દ્વારા એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરતા મામલો બિચક્યો
- નવસારી GIDC માં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરની ટીમો ઘટનાસ્થળે
- ગુણકારી લીમડો: મીઠો લીમડો સ્વાદની સાથે સાથે આ રીતે પણ કામમાં આવશે, તેના આ ફાયદા તમે ક્યાંય નહીં જોયા હોય