ન્યૂડ થઈને કરવી પડશે ઘરની સાફ-સફાઈ, આ કંપની આપી રહી છે એક કલાકના 4,100 રૂપિયા પગાર

ઇંગલેન્ડમાં એક કંપની છે, જે સાફ-સફાઈ કરવા વાળા કર્મચારી શોધી રહિ છે. આ કામ માટે તે કર્માચારીને દર કલાકે 4100 રૂપિયા આપવા માટે તૈયાર છે. જો કે કંપનીની શરતો સાંભળીને તમને નવાઈ લાગશે.

આ કંપનીનું નામ “નેચુરિસ્ટ ક્લિનર્સ” છે. જેને મોટી સંખ્યામાં મહિલા અને પુરૂષોની જરૂર છે. કંપનીની શરત એ છે કે આ નોકરી કરવા માટે કર્મચારીએ ન્યુડ (નગ્ન) થઈને એટલે કે કપડા પહેર્યા વગર ઘરોમાં સાફ-સફાઈ કરવી પડશે.

કંપની જણાવે છે કે કર્મચારી શરીરે જાડા હોય કે પાતળા હોય કે પછી વૃદ્ધ કે જવાન તેનાથી કોઈ ફરક પડતો નથી. આ કામ માટે કંપનીને કોઈ અનુભવની પણ જરૂર નથી. તે ફ્રેશર્સ (બિનઅનુભવી)ને પણ નોકરી આપવા માટે તૈયાર છે. કંપનીની શરત માત્ર એટલી છે કે, નોકરીવાંચ્છુઓ પછી તે મહિલા હોય કે પુરૂષ હોય તેણે નગ્ન થઈને જ ઘરનાં બધા કામ કરવા પડશે.

જો કે કંપની પોતાનાં કર્મચારીઓને થોડી સવલતો પણ આપશે. કંપનીનું કહેવું છે કે, જે લોકો પોતાનાં ગુપ્ત અંગોને ઢાંકી રાખવા માગે છે. તેમને એવું કરવાની છુટ છે, પરંતુ તે માટે તેમને પ્રતિ કલાકે 2200 રૂપિયા મહેનતાણું આપવામા આવશે.

મહત્વનું છે કે આ કંપનીમાં અનેક કર્મચારીઓ કામ કરે છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અહિ નોકરી કરવા વાળી મહિલા કર્મચારી જણાવે છે કે, કંપનીનાં મહત્તમ ગ્રાહકો પુરૂષ છે. ખાસ કરીને એવા પુરૂષો જે એકલા રહે છે. તેમાં 20 વર્ષથી લઈને 50 વર્ષ સુધીનાં પુરૂષો સામેલ છે.

આ કંપનીનાં મહિલા કર્મચારી એના જણાવે છે કે, જ્યારે મને આ અજીબોગરીબ નોકરી વિશે માહિતી મળી તો હું એકદમ ઉત્સાહિત થઈ હતી. કેમ કે મને નગ્ન રહેવું ખુબ જ પસંદ છે. અન્ય મહિલા કર્મચારીનું કહેવું છે કે, મને આ પ્રકારની નોકરી પસંદ ન હતી, પરંતુ સારો પગાર મળતો હોવાને કારણે મેં આ નોકરી શરૂ કરી હતી. જો કે હવે મને આ કામ સારૂ લાગે છે.

“નેચુરિસ્ટ ક્લિનર્સ” કંપનીનાં જણાંવ્યા પ્રમાણે અમે અમારા કર્મચારીઓની સુરક્ષા મામલે ખુબ જ ગંભીર છે. કર્મચારીઓની સલામતી અમારી પહેલી પ્રાથમિકતા છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter