ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે જેમાં આજે પાકિસ્તાન- ઈંગ્લેન્ડ આજે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે જેમાં ઈંગ્લેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડના ઓપનર ખેલાડી જેક ક્રાઉલી અને બેન ડકટે આક્રમક શરૂઆત કરી હતી અને બંને પ્લયેરોએ શાનદાર સેન્ચુરી પણ ફટકારી છે. ઈંગ્લેન્ડ ટીમનો સ્કોર 40 ઓવરમાં જ 250 પહોંચી ગયો છે.

બંને ઈંગ્લિશ ઓપનરોએ મેચના પહેલા જ સેશનમાં 27 ઓવરમાં 174 રન ફટકાર્યા હતા જેના દર્શકોને આ મેચ ટેસ્ટ નહીં પરંતુ ટી-20 મેચ લાગી રહી હતી. ઇંગ્લેન્ડના ઓપનરોએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ વિકેટ માટે 233 રનની ભાગીદારી કરી હતી.
જેક ક્રાઉલી 111 બોલમાં 21 ફોરની મદદથી 122 રન ફટકારીને હરીશનો શિકાર બન્યો હતો જ્યારે બેન ડક્ટે 110 બોલમાં 15 ફોરની મદદથી 107 રન ફટકાર્યા હતા. અત્યારે ઓલી પોપ અને જો રૂટ બેટિંગ કરી રહ્યા છે.
READ ALSO
- અપૂરતી ઊંઘની સમસ્યા સામે અસરકારક સાબિત થઈ શકે છે ચેરીનું જ્યુસ, જાણો તેના ફાયદા
- અનોખો કિસ્સો: પોપટે એવુ કારનામુ કર્યુ કે માલિકને થઈ ગઈ જેલ
- સરકારે રાતોરાત જંત્રીના ભાવ વધારી દેતા બિલ્ડરો મૂંઝવણમાં મુકાયા, સરકાર સમક્ષ કરી આ માંગ
- IPL 2023 પહેલા ધોની અને ક્રિસ ગેલ વચ્ચે મુલાકાત થઈ, શેર કરી તસવીર
- જંત્રીનો રેટ બમણો થતા બિલ્ડર્સમાં ચિંતા, ક્રેડાઈના સભ્યો સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે કરશે મુલાકાત