GSTV
Home » News » વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડે ૧૭ સંભવિતોના નામ જાહેર કર્યા

વર્લ્ડકપ માટે ઈંગ્લેન્ડે ૧૭ સંભવિતોના નામ જાહેર કર્યા

આઇસીસીએ વર્લ્ડકપની ટીમની જાહેરાત કરવા માટે ભલે ૨૩મી એપ્રિલની ડેડલાઈન નક્કી કરી હોય, પણ યજમાન ઈંગ્લેન્ડ તો તેની ૧૫ સભ્યોની ટીમની જાહેરાત વર્લ્ડ કપ પહેલા જ કરશે. ઈંગ્લેન્ડે આજે વર્લ્ડકપ માટે ૧૭ સંભવિત ખેલાડીઓના નામ જાહેર કર્યા હતા. આ ખેલાડીઓ મે મહિનામાં પાકિસ્તાન સામે એક ટી-૨૦ અને પાંચ વન ડેની શ્રેણી રમશે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડનું ક્રિકેટ બોર્ડ વર્લ્ડકપ માટે ૧૫ ખેલાડીઓની પસંદગી કરશે.

ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની સિરીઝ ૧૯મી મે ના રોજ પુરી થશે અને ત્યાર બાદ ઈંગ્લેન્ડ વર્લ્ડકપ માટેના ૧૫ ખેલાડીના નામ જાહેર કરશે. ઈંગ્લેન્ડના ૧૭ ખેલાડીઓમાં પાંચ ફાસ્ટરો અને ત્રણ સ્પિનરોનો સમાવેશ થાય છે.જેમાં ક્રિસ વોક્સ, માર્ક વૂડ, લિએમ પ્લન્કેટ્ટ, ડેવિડ વિલી અને ટોમ કરનનો સમાવેશ થાય છે. સ્પિનર તરીકે મોઈન અલી, આદિશ રશીદ અને જોઈ ડેન્લીને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. 

ઈસીબીએ પાકિસ્તાન સામેની ટી-૨૦ અને આયરલેન્ડ સામેની એકમાત્ર વન ડે માટેની ટીમની જાહેરાત પણ કરી છે. 

ઈંગ્લેન્ડના વર્લ્ડકપના સંભવિતો

  • બેરસ્ટો
  • રોય
  • રૃટ
  • મોર્ગન (કેપ્ટન)
  • સ્ટોક્સ
  • બટલર
  • મોઈન અલી
  • વોક્સ, પ્લન્કેટ્ટ
  • રાશિદ, વૂડ
  • હેલ્સ, ટોમ કરન
  • જોઈ ડેન્લી
  • વિલી

READ ALSO

Related posts

અભિનેત્રી મોની રોય ગુલાબી રંગની સાડીમાં લાગી રહી છે એકદમ ખુબસુરત, સ્ટાઈલીશ લુકને કરો ટ્રાય

pratik shah

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મલાઈકા, અર્જુન, કરિના, આલિયા સાથે અનેક સ્ટાર્સ જોવા મળ્યા કરણ જૌહરના ઘરે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!