GSTV
Home » News » ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપના સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરુર હતી: કોચ સ્ટેડ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપના સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરુર હતી: કોચ સ્ટેડ

ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોર્ડ્ઝના મેદાન પર રમાયેલી આઇસીસી વર્લ્ડ કપની હાઈવોલ્ટેજ અને રૂવાંડા ખડા કરી દે તેવી ફાઈનલ મેચ નિર્ધારિત ૫૦-૫૦ ઓવર બાદ ટાઈ થતાં સુપર ઓવરથી વિજેતા નક્કી કરવાનો પ્રયાસ થયો હતો. જોકે, સુપર ઓવર પણ ટાઈ થવાની દિલધડક ઘટના બનતા આખરે વધુ ચોગ્ગા-છગ્ગા ફટકારનારી ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી અને ઈંગ્લેન્ડે બાજી મારી હતી. 

ફાઈનલમાં કે સુપર ઓવરમાં ન હારવા છતાં ન્યૂઝીલેન્ડને રનર્સઅપ ટ્રોફથી સંતોષ માનવો પડયો હતો. આઇસીસીના વિચિત્ર નિયમો અને અમ્પારિંગના છબરડાનો ભોગ બનેલા ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે ભારપૂર્વક જણાવ્યું હતુ કે, વર્લ્ડ કપ જેવી મેજર ઈવેન્ટની ફાઈનલમાં આ પ્રકારે વિજેતાનો નિર્ણય લેવો એ અયોગ્ય છે. જો ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ કપમાં સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હોત તો તે વધુ યોગ્ય લેખાત. 

ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે કહ્યું હતુ કે, સાત સપ્તાહથી વધુની ટુર્નામેન્ટમાં સારો દેખાવ કર્યા બાદ જ્યારે ફાઈનલના અંતે વિજેતાનો નિર્ણય ન લેવાઈ શકે, ત્યારે સંયુક્ત વિજેતા જાહેર કરવા અંગે વિચારણા કરી શકાય. આ ઉપરાંત એ બાબત તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે કે, એ અંગે પણ ફેરવિચારણા કરી શકાય કે, આખી ટુર્નામેન્ટ દરમિયાન શું થયું હતુ. તમામ નિયમોની સમીક્ષા થવી જોઈએ અને મને લાગે છે કે, આ સમીક્ષા કરવાનો યોગ્ય સમય છે, પણ સંભવતઃ હાલ તો થોડો સમય જવા દેવો જોઈએ.

કિવી ટીમના બેટીંગ કોચ મેકમિલને કહ્યું કે, મને ખબર છે કે, ફાઈનલ મેચના પરીણામમાં કોઈ પરિવર્તન આવવાનું નથી. જોકે હવે એમ કહેવું વધુ યોગ્ય લેખાશે કે, સાત સપ્તાહની ટુર્નામેન્ટનો આ પ્રકારનો અંત હતાશ કરનારો રહ્યો. બે ટીમો નિર્ધારિત ૫૦ ઓવરના અંતે અને ત્યાર બાદ સુપર ઓવર બાદ બરોબરી પર રહે તો પછી ટ્રોફી શેયર કરવાનો જ વિકલ્પ બાકી રહે છે. કોઈ હાર્યું ન કહેવાય. 

READ ALSO

Related posts

1 ડિસેમ્બરથી બે ગણો ભરવો પડશે ટોલટેક્સ, જલદી કરી લો આ કામ

Arohi

1 ડિસેમ્બરથી વાહનો પર આ વસ્તુ ફરજિયાત લગાવવી પડશે, સરકારે શરૂ કર્યા નવો નિયમ

Dharika Jansari

એનઆરસી દેશભરમાં લાગુ થશેના અમિત શાહના ખુલાસા બાદ મમતાએ ભણ્યો નનૈયો, અમે નહીં કરીએ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!