GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

500 ખાલી જગ્યા પર નિકળી બમ્પર ભરતી, પગારધોરણ છે 1,10,000- આ રીતે કરો અરજી

સરકારની નોકરીઓની રાહ જોઈ રહેલા યુવકો માટે સારામાં સારો અવસર આવ્યો છે. 500થી પણ વધારે પદ પર ખાલી જગ્યાઓ ભરાઈ રહી છે. જે અંતર્ગત પસંદગી પામનારા યુવકોને પ્રતિ માસ 1,10,000 રૂપિયા વેતન પણ મળશે. આસામ પબ્લિક સર્વિસ કમિશને એન્જિનીયરના પદ માટે અરજીઓ મગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવારો આ માટે અરીજ કરી શકે છે. જે માટે 17 ઓગસ્ટ 2020 સુધી છેલ્લી તારીખ પહેલા અરજી કરવાની રહેશે.

આ અગાઉ આ ભરતી માટે અરજીની છેલ્લી તારીખ 24 જૂલાઈ 2020 નક્કી કરવામાં આવી હતી. જેને હવે વધારી દેવામાં આવી છે. તેના માટે 21 વર્ષથી 38 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકે છે. ઉંમરની ગણતરી 1,1,2020ના આધારે કરવામાં આવશે.

વર્ગના આધારે જૂનિયર એન્જિનીયરની ભરતી

APSC Junior Engineer Recruitment 2020: પદ અને વેતન

જૂનિયર એન્જિનીયર (JE, Civil) માટે 344 પદ પર અરજીઓ મંગાવામાં આવી રહી છે. જે અંતર્ગત ઉમેદવારોને 14,000થી 60,500 રૂપિયા પ્રતિ માસ મળવા પાત્ર થશે. જેનો ગ્રે પે 8700 રૂપિયા પ્રતિ માસ હશે.

આસિસ્ટન્ટ એન્જિનીયર (AE, Civil)માટે 222 પદો પર અરજીઓ મગાવામાં આવે છે. જે અંતર્ગત ઉમેદવારોએ 30,000થી 1,10,000 રૂપિયા પ્રતિ માસ વેતન મળવા પાત્ર રહેશે. જેનો ગ્રેડ પે 12700 રૂપિયા પ્રતિ માસ રહેશે.

આસિસ્ટન્ટ આર્કિટેક્ટ માટે 11 પદ પર ખાલી જગ્યા છે. જેના માટે પસંદગી પામનારા યુવકો માટે 30,000થી 1,10,000 રૂપિયા પ્રતિ માસ સેલરી મળશે. જેમનો ગ્રેડ પે 12700 રૂપિયા પ્રતિ માસ રહેશે.

યોગ્યતા

જૂનિયર એન્જિનીયર માટે અરજી કરતા ઉમેદવારો પાસે સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થામાં સિવિલ એન્જિનીયરમાં 3 વર્ષનો ડિપ્લોમાં કરેલુ હોવું જોઈએ.

આસિસ્ટન્ટ એન્જીનીયર માટે અરજી કરતા ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનીયરમાં બેચલર્સની ડિગ્રી હોવી જરૂરી છે.

આસિસ્ટન્ટ આર્કિટેક્ટ માટે ઉમેદવારો પાસે માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટીમાંથી આર્કિટેક્ચરની બેચલર ડિગ્રી હોવી જોઈએ.

અરજી ફી

સામાન્ય વર્ગ માટે 250 રૂપિયા અરજી ફી આપવાની રહેશે. તો વળી SC/ST/OBC/MOBC વર્ગના ઉમેદવારોએ 150 રૂપિયા ફી ચુકવવાની રહેશે.

કઈ રીતે થશે પસંદગી

APSC Junior Engineer Recruitment 2020 અંતર્ગત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા લેખિત પરીક્ષા અંતર્ગત થશે ત્યાર બાદ તેમને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે.

READ ALSO

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!