GSTV

સાચવજો/ એન્જિનિયરે મોબાઈલમાં લઇ લીધું CCTVનું એક્સેસ, પછી કપલના સંબંધોના વિડીયો બનાવી કર્યું શરમજનક કામ

વિડીયો

Last Updated on June 24, 2021 by Karan

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક એન્જીનીયરે ખોટી રીતે સીસીટીવી કેમેરા એક્સેસ કરી મોબાઈલમાં લીધા અને પછી કપલના સબંધો રેકોર્ડ કરી લીધા. હવે દિલ્હી પોલીસની સાઇબર સેલે આરોપીને બેંગ્લોરથી પકડી લીધો છે.

સીસીટીવી બરાબર કરાવના બહાને મોબાઈલમાં લઇ લીધું એક્સેસ

દિલ્હી પોલીસે જણાવ્યું કે દક્ષિણ દિલ્હીમાં રહેવા વાળા પતિ-પત્ની નોકરી કરે છે. તેમણે પોતાની દીકરીની દેખરેખ માટે કામવાળી રાખી છે અને એના પર નજર રાખવા માટે તેમણે પોતાના ઘરમાં સીસીટીવી લગાવ્યા છે. થોડા મહિના પહેલા રૂમના કેમેરા ખરાબ થઇ ગયા. ત્યાર પછી તેમણે કંપની માંથી એન્જીનીયરે બોલાવ્યો અને રાશીદ નામના યુવકે સીસીટીવી કેમેરા સારા કરવાના બહાને પોતાના મોબાઈલમાં એક્સેસ લઇ લીધું.

વિડીયો બનાવી કપલને કર્યા બ્લેકમેલ

રિપોર્ટ મુજબ, રાશિદ નામના એન્જીનીયરે કેમેરાનું એક્સેસ પોતાના ફોનમાં લીધા પછી કપલના સબંધનો વિડીયો રેકોર્ડ કરી લીધો. કપલનું કહેવું છે કે એમણે 100થી વધુ વિડીયો બનાવી લીધા હતા અને પછી બ્લેકમેલ કરી પૈસા માંગવા લાગ્યો.

પોલિસી 80થી વધુ વિડીયો જપ્ત કર્યા

દિલ્હી પોલીસે સાઇબર સેલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, ‘કપલની ફરિયાદ પછી આરોપી રાશિદને બેંગ્લોરથી પકડી લેવામાં આવ્યો છે અને એમની પાસેથી કપલના 80થી વધુ વિડીયો જપ્ત કર્યા છે.’હવે પોલિસી એ શોધવાની કોશિશ કરી રહી છે કે આરોપીએ વિડીયો સોશિયલ મીડિયા પર તો નથી નાખ્યા.

કપલે શરૂઆતમાં આપ્યા હતા પૈસા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઇન્જીનિયરે ગયા મહિને કપલને બ્લેકમેલ કરવાનું શરુ કરી દીધું અને પહેલા હપ્તાના રૂપમાં ત્રણ લાખ રૂપિયા માંગ્યા. પૈસા નહિ આપવા પર સોશિયલ મીડિયા પર ધમકી આપતા હતા. પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં કેટલાક પૈસા આપ્યા હતા, પરંતુ એમની ડિમાન્ડ વધવા લાગી તો તેમણે સાઇબર સેલમાં ફરિયાદ કરી અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી.

ઉત્તર પ્રદેશના રહેવા વાળા છે આરોપી

બેંગ્લોરથી ધરપકડ થયેલ આરોપી ઉત્તર પ્રદેશના આઝમગઢનો રહેવાસી છે. રાશિદ વર્ષ 2019માં દિલ્હીની એક કંપનીમાં કામ કરતો હતો અને એ દરમિયાન કપલના ઘરે સીસીટીવી બનાવવા ગયો હતો અને કેમેરાનું એક્સેસ મોબાઈલમાં લઇ લીધું હતું. જો કે ત્યાર પછી નોકરી કરવા બેંગ્લોર જતો રહ્યો.

Read Also

Related posts

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana

આજથી કોંગ્રેસની પ્રતિજ્ઞા યાત્રાનો પ્રારંભ: બારાબાંકીથી શરૂઆત, ત્રણ પ્રતિજ્ઞાઓનું એલાન કરશે મહાસચિવ પ્રિયંકા ગાંધી

Bansari

ડ્રગ્સ કેસ/ મોડી પડેલી અનન્યા પાંડેને સમીર વાનખેડેએ ઝાટકી નાખી, કહ્યું- આ તમારું પ્રોડક્શન હાઉસ નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!