GSTV
Gujarat Government Advertisement

ENG Vs PAK: પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં આ ખેલાડીઓને મળી તક

ENG Vs PAK

Last Updated on August 21, 2020 by Arohi

ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન (ENG Vs PAK) વચ્ચેની ત્રીજી ક્રિકેટ ટેસ્ટનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. સિરીઝની આ અંતિમ ટેસ્ટ છે જે સાઉધમ્પ્ટનના રોઝ બાઉલ ખાતે રમાશે. ત્રણ ટેસ્ટની સિરીઝમાં ઇંગ્લેન્ડ 1-0થી આગળ છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો વિજય થયો હતો તે વરસાદને કારણે બીજી ટેસ્ટ ડ્રો રહી હતી. હવે સિરીઝ સરભર કરવા પાકિસ્તાનને આ મેચ જીતવી જરૂરી છે.

ત્રીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં ખાસ પરિવર્તન કરાયા નથી. બેન સ્ટોક્સ પારિવારિક કારણોસર આ સિરીઝમાં રમી રહ્યો નથી.  પાકિસ્તાન માટે આ સિરીઝ મહત્વની છે. પાકિસ્તાની ટીમ છેલ્લા દસ વર્ષથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ હારી નથી તો બીજી તરફ ઇંગ્લેન્ડ તેના ઘરઆંગણે છેલ્લા છ વર્ષથી એકેય સિરીઝ હાર્યું નથી.

ઈંગ્લેન્ડે જાહેર કરેલી ટીમ આ પ્રમાણે છે

આ મેચ માટે ઇંગ્લેન્ડે તેની ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમ આ મુજબ છે. રોરી બર્ન્સ, ડોમિનિક સિબ્લી, જેકક્રોલી, જો રૂટ (કેપ્ટન), ઓલિવર પોપ, જોઝ બટલર, ક્રિસ વોક્સ, સેમ કરન, ડોમનિક બેઝ, સ્ટુઅર્ટ બ્રોડ અન જેમ્સ એન્ડરસન.

 ઇંગ્લેન્ડના હવામાનને ધ્યાનમાં રાખીને આયોજકો આ મેચના સમયમાં ફેરફાર કરી શકે છે. આ મેચ વહેલી શરૂ કરી શકાય તેમ છે અને ભારતીય સમય મુજબ બપોરે 3.30 કલાકે મેચ શરૂ થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana

લોકો ભરાયા: કોરોનાના ડરથી જે લોકોએ ઉકાળો પીધો છે તેમનામાં જોવા મળી રહી છે આ બિમારી, સોશિયલ મીડિયાના જ્ઞાનથી જાતે ન બનો ડોક્ટર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!