GSTV

ઈડીએ જમીન ડીલ મામલે રોબર્ટ વાડ્રાને સમન મોકલ્યું, કોંગ્રેસે કર્યો વિરોધ

Last Updated on December 5, 2018 by

ઈડીએ કોલાયતમાં જમીન ડીલ મામલે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને સમન મોકલ્યું છે. વાડ્રાને સમન મળતા કોંગ્રેસે તેનો વિરોધ પણ કર્યો છે. આ મામલે વાડ્રાએ જણાવ્યુ હતુ કે, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીના બે દિવસ પહેલા મને જયપુરની કોર્ટમાં રજૂ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે.

વાડ્રાએ વધુમાં કહ્યુ કે, રાજકીય બદલાના ભાવથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારી એજન્સીઓ બદનામ કરવા માટે કાર્યવાહી કરી રહી છે. આ મામલે પહેલાથી દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હોવા છતા ફરીવાર દસ્તાવેજ માગવામા આવી રહ્યા છે. ઈડીએ 30મી નવેમ્બરના રોજ વાડ્રાને સમન મોકલ્યુ હતું.

મહત્વપૂર્ણ છે કે, ઈડી રાજસ્થાનના બીકાનેરમાં કોલાયતમા જમીન ગોટાળા મામલે વાડ્રા વિરૂદ્ધ તપાસ કરી રહી છે. વાડ્રા પર આરોપ છે કે, જમીન કૌભાંડમાં વાડ્રાને 4.43 કરોડનો નફો થયો હતો. જેથી આ મામલે રાજસ્થાન પોલીસમાં દગાખોરીનો કેસ વાડ્રા વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો.

Related posts

બીજા ડોઝની સમયમર્યાદા જતી રહે તો કોનો વાંક? મહાનગર અમદાવાદમાં રસીકરણની કામગીરી ખાડે ગઈ, ટોકન લેવા માટે સવારે પાંચ વાગ્યાથી લાઈનો

Bansari

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!