કિંગફિશર એરલાઈંસ લિમિટેડના માલિક અને ભાગેડૂ વિજય માલ્યા પર ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. શુક્રવારે ઈડીએ ફ્રાંસમાં વિજય માલ્યાની 1.6 મિલિયન યુરોની પ્રોપર્ટી જપ્ત કરી છે. વિજય માલ્યા પર કાર્યવાહી કર્યા બાદ ઈડીએ સત્તાવાર ટ્વીટર હૈંડલ પર ટ્વીટ કર્યુ હતું. ઈડીની ભલામણ પર વિજય માલ્યાની 32 એવન્યૂ ફોચ, ફ્રાંસની સંપત્તિને ફ્રેંચ અથોરિટીએ જપ્ત કરી છે.
ફ્રાન્સમાં જપ્ત થયેલી પ્રોપર્ટીની કિંમત 1.6 મિલિયન યુરો ( લગભગ 14.34 કરોડ રૂપિયા) આંકવામાં આવી છે. તપાસમાં એ વાત સામે આવી છે કે, કિંગફિશર એરલાઈંસ લિમિટેડના બેંક ખાતામાંથી વિદેશમાંથી મોટી રકમ નિકળી છે.

In a significant action against fugitive liquor baron and founder of the now defunct Kingfisher Airlines #VijayMallya, the #EnforcementDirectorate (@dir_ed) on Friday said that it has attached his assets to the tune of 1.6 million euros in #France.
— IANS Tweets (@ians_india) December 4, 2020
Photo: IANS (File) pic.twitter.com/vjqaRd5BTM
અહીં ઉલ્લેખનીય છે કે, ભારતીય બિઝનેસમેન વિજય માલ્યા નવ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની બેંક સાથે છેતરપીંડી કરવાને મામલે હાલ ભાગેડૂ છે. હાલમાં તે બ્રિટેનમાં વસવાટ કરી રહ્યો છે. માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતે થોડા મહિના પહેલા જ યુકે સરકારને આગ્રહ કર્યો હતો. ભારતે કહ્યુ હતું કે, વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટેનના સંપર્કમાં છે.
READ ALSO
- પડખું ફેરવતાં જ એ સમૂળગી મારા ઉપર ઢળી ગઈ અને તેના માદક અંગના સ્પર્શથી મન બેકાબૂ બનવા લાગ્યું
- ઇન્ડિયન આર્મી માટે ઓફિસર બનવાનું, joinindianarmy.nic.in પર 1 જાન્યુઆરીથી આ લોકો કરી શકે છે એપ્લાય
- અમદાવાદ/ થલતેજથી શીલજ સુધીના રેલ્વે બ્રિજનું ‘શાહે’ કર્યું લોકાર્પણ, વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા
- White Houseની નવી વેબસાઈટના સોર્સ કોડમાં ટેક્નિકલ ટીમે છુપાવેલ છે એક સિક્રેટ મેસેજ
- ટ્રિક/ ખોવાયેલા અથવા ચોરી થયેલા સ્માર્ટફોનને Google Mapsની મદદથી આ રીતે સરળતાથી શોધો