GSTV

દેવાસ મલ્ટીમીડિયાને ફેમાના ભંગ બદલ આટલા કરોડનો દંડ

Last Updated on February 2, 2019 by

દેવાસ મલ્ટીમીડિયાને ફેમાના ભંગ બદલ ઈડીએ 1 હજાર 585 કરોડનો દંડ ફટકાર્યો. દેવાસે ૫૭૮ કરોડનું વિદેશી રોકાણ ગેરકાનૂની રીતે મેળવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  જે બાદ ઈડીએ દેવાસ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી.

આ મુદ્દે તપાસ પૂરી થયા બાદ જાન્યુઆરીની ૩૦મીએ દેવાસ મલ્ટી મીડિયા, તેના ડાયરેક્ટર અને વિદેશી રોકાણકાર કંપનીને રૂપિયા ૧ હજાર ૫૮૫ કરોડના દંડની નોટિસ ફટકારી હતી. ઉલ્લેખનીય છે કે ઇસરોના કેટલાંક પૂર્વ કર્મચારીઓએ ૨૦૦૪માં દેવાસ મલ્ટીમીડિયા કંપની સ્થાપી ઇસરી અને અંતરિક્ષ કોર્પોરેશન સાથે કરાર કર્યા હતા. અંતરિક્ષ ૧૦૦ ટકા જાહેરક્ષેત્રની સરકારી કંપની છે અને તે ઈસરો હેઠળની વ્યાપારી બ્રાન્ચ છે. ઇડીએ ૨૦૧૨માં ફેમાનો કેસ કર્યો હતો. અંતરિક્ષ કોર્પોરેશને ૨૦૦૫માં દેવાસ સાથે કરાર કરીને તેને એસ-બેન્ડ વેવલેન્થની ફાળવણી કરી હતી.

Related posts

મૂંઝવણ / એવું તે શું થયું કે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ભરતીમાં ઉમેદવારો અટવાયા, કમિશનરને લખ્યો પત્ર

Dhruv Brahmbhatt

વધ્યો વિવાદ/ ભાજપના બે મુખ્યમંત્રી અમિત શાહને ઘોળીને પી ગયા, મનમાની કરી લઈ લીધા આ નિર્ણયો

Harshad Patel

લાગશે ઝટકો/ ગુજરાતી IPS રાકેશ અસ્થાનાના મામલે મોદી અને અમિત શાહની નહીં ચાલે મનમાની, આ છે સુપ્રીમ કોર્ટના ચૂકાદા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!