GSTV

ઇડીએ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરની સામે દાખલ કર્યો ક્રિમિનલ કેસ

Last Updated on February 3, 2019 by

આઇસીઆઇસીઆઇ બેંક સાથે છેતરપીંડી કેસમાં ઇડીએ બેંકના પૂર્વ સીઇઓ ચંદા કોચરની સામે ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. ચંદા કોચર ઉપરાંત દીપક કોચર, વીડિયોકોન ગુ્રપના પ્રમોટર વેણુગોપાલ ધુત અને અન્યોને પણ આ કેસમાં ઇડીએ આરોપી બનાવ્યા છે. ઇડીએ આ આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ કાયદા હેઠળ ભ્રષ્ટાચાર સહીતના આરોપો લગાવવામાં આવ્યા છે. રપ જાન્યુઆરીના રોજ ઈડીએ આ કેસ અંગે તપાસ શરૃ કરી દીધી હતી. 

એજન્સી સર્વ પ્રથમ ર૦૧રમાં આઈસીઆઈઆસીઆઈ બેન્ક દ્વારા વિડિયોકોનને આપવામાં આવેલ  કથિત લોનની તપાસ કરી રહી છે. વીડિયોકોનના ધૂત દ્વારા અનસિક્યોર કન્વટબલ ડિબેન્ચર દ્વારા દિપક કોચરની કંપની ન્યુપાવર રેન્યુએબલ્સ પ્રાઈવેટ લિમિટેડને રૃ.૬૪ કરોડનું ભંડોળ આપવામાં આવ્યુ હતું તેની પણ તપાસ પણ ચાલી રહી છે. 

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ તેના અહેવાલમાં જણાવ્યુ કે, બેક ટુ બેક કન્વટબલ ડિબેન્ચર દ્વારા રૃ.૬૪ કરોડની ફન્ડિંગ કરવામાં આવી છે. ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે કોઈ પણ ગુનો સામે આવે તો સર્વપ્રથમ કેસ રજિસ્ટર્ડ કરવામાં આવશે તે પછી તેની તપાસ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે. મે ર૦૧૭માં મુંબઈ ખાતેની એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે વૈણુગોપલ ધુતના ગ્પની છ કંપનીઓને રૃ.૧૪ કરોડનો દંડ કરવામાં આવ્યો હતો. તે પછી આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદાકોચરની તપાસ કરવામાં આવી હતી. તપાસ સમિતિએ વિડિયોકોન અને આઇસીઆઇસીઆઇ બેન્કના કેસમાં લોન નિયમોનો ભંગ કર્યો હોવાનું જણાવતા કોચરે રાજીનામુ આપવું પડયું હતું. અગાઉ સીબીઆઇ પણ આ મામલે કેસ દાખલ કરી ચુકી છે તેથી હવે આ મામલે બે એજન્સીઓ તપાસ કરી રહી છે. ચંદા કોચર, દિપક કોચર, વેણુગોપાલ ધૂતની હવે આ મામલે વધુ પુછપરછ કરવામાં આવી શકે છે. 

Related posts

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!