GSTV

પીએનબીના ગોટાળા મામલામાં આરોપી મેહુલ ચોક્સીના સહયોગી દીપક કુલકર્ણીની ધરપકડ

Last Updated on June 29, 2019 by Mayur Vora

પંજાબ નેશનલ બેંક ગોટાળાના મામલામાં આરોપી મેહુલ ચોક્સીના સહયોગી દીપક કુલકર્ણીની ધરપકડ કરવામાં આવી છે. ઈડીની ટુકડીએ દીપક કુલકર્ણીની કોલકત્તા એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. કુલકર્ણી હોંગકોંગથી પાછો ફર્યો હતો. મહત્વપૂર્ણ છે કે દીપક કુલકર્ણી મેહુલ ચોક્સીની હોંગકોંગ ખાતેની ડમી ફર્મનો ડાયરેક્ટર હતો. તેની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડી દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી.

પીએમએલએ કોર્ટમાં અરજીઓ દાખલ

તાજેતરમાં પીએનબી ગોટાળાના આરોપી મેહુલ ચોક્સી દ્વારા દશ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી છે. મહેલુ ચોક્સીએ પોતાના વકીલ દ્વારા મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં અરજીઓ દાખલ કરી છે. આ તમામ અરજીઓ મામલાને રદ્દ કરવા, બિનજામીનપાત્ર વોરંટ પર રોક અને ખુદને મેડિકલ ગ્રાઉન્ડ પર કોર્ટમાં હાજર નહીં થવાની રાહત આપવા સંબંધિત છે.

Related posts

BREAKING/ 50 લાખ લોકો આ શહેરમાં ઘરોમાં થયા લોક, ડેલ્ટા વેરિએન્ટે આતંક મચાવતાં એક મહિનો વધ્યું લોકડાઉન

pratik shah

WhatsApp પર આવ્યુ છે નવુ ફિચર: હવે નવો મેસેજ આવવા પર પણ નહીં દેખાય archived chats, જાણો કેવી રીતે કરશે કામ

Pravin Makwana

ટાટા લાવી રહ્યું છે નવી સસ્તી ઈલેક્ટ્રિક કાર: સિંગલ ચાર્જમાં દોડશે 500 કિમી, જાણો આ રહી તેની કિંંમત અને ફીચર્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!