એક વાર ચાર્જ કરવા પર 50 દિવસ કામ કરશે આ સ્માર્ટફોન, ફિચર્સ જોઇને Xiaomiના સ્માર્ટફોન્સ પણ ભૂલી જશો

સ્માર્ટફોન નિર્માતા કંપનીઓ પોતાના ડિવાઇસને અન્ય કંપનીઓની તુલનામાં અલગ બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે. આ જ કારણ છે કે આ વર્ષે તેવા અનેક સ્માર્ટફોન્સ લૉન્ચ થઇ શકે છે જે યુઝર્સની ચોઇસ જ બદલી નાંખશે.

એક તરફ જ્યાં કંપનો આ વર્ષે પોતાના 5G સ્માર્ટફોન્સ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. ત્યાં કેટલીક કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોન્સ લઇને આવી રહી છે.

આ વચ્ચે એક એવો સ્માર્ટફોન પણ આવશે જે એક વાર ચાર્જ કરવા પર 50 દિવસ સુધી કામ કરશે. ફ્રાન્સની એવનીર ટેલિકોમ અને એનરજાઇઝર બ્રાન્ડ અંતર્ગત Energizer Power Max P18K Pop સ્માર્ટફોન લૉન્ચ કરશે. આ ફોન 18,000mAhની જબરદસ્ત બેટરી સાથે આવશે. ફોનમાં હેવી ડ્યૂટી બેટરી સાથે ડ્યૂઅલ-પૉપઅપ કેમેરા અને ટ્રિપલ રિયર કેમેરા જેવા ફિચર આપવામાં આવશે. કંપની આ મહિને સ્પેનમાં આયોજિત થનાર મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લૉન્ચ કરશે.

આ ફોન મીડિયાટેક હિલિયો પી70 પ્રોસેસર પર કામ કરે છે અને તેને 6જીબી રેમ તથા 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે લૉન્ચ કરવામાં આવશે. ડિસ્પ્લેની વાત કરીએ તો આ ફોનમાં 6.2 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવશે.

ફોટોગ્રાફી માટે Energizer Power Max P18K Pop માં કુલ 5 કેમેરા આપવામાં આવ્યાં છે. જેમાં પૉપઅપ ડ્યૂઅલ ફ્રન્ટ સેન્સર છે. તેમાં એક કેમેરા સેંસર 16 મેગાપિક્સલ અને બીજુ સેંસર 2 મેગાપિક્સલનું છે. બેકમાં 12, 5 અને 2 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. આ ત્રણેય કેમેરાને એલઇડી ફ્લેશ સાથે વર્ટિકલી પ્લેસ કરવામાં આવ્યાં છે.

ફોનની સૌથી મોટી ખાસિયત એ ચે કે તેમાં 18,000mAhની બેટરી આપવામાં આવી છે જેની મદદથી યુઝર્સ સતત 90 કલાક કૉલિંગ સાથે 100 કલાક મ્યુઝિક અને 2 દિવસ સુધી વીડિયોની મજા લઇ શકશે. સાથે જ કંપનીએ દાવો કર્યો છે કે સ્ટેન્ડ બાય મોડમાં આ બેટરી 50 દિવસનો બેકઅપ આપશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter