GSTV
Home » News » દુશ્મન દુશ્મન દોસ્ત બન્યા: હાર્દિકના સમર્થનમાં આ દિગ્ગજ નેતાઓ પણ જોડાયા

દુશ્મન દુશ્મન દોસ્ત બન્યા: હાર્દિકના સમર્થનમાં આ દિગ્ગજ નેતાઓ પણ જોડાયા

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યુ છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, ખેડૂતોનુ દેવું માફ થવું જોઈએ. હાર્દિક ગરીબ ખેડૂતો માટે લડાઈ લડી રહ્યો છે. તમામ ખેડૂત હાર્દિક પટેલની સાથે છે. હાર્દિકની તપસ્યા વ્યર્થ નહી જાય. પ્રભૂ તેમને શક્તિ આપે. તો બીજી તરફ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હાર્દિકને સમર્થન કર્યું છે. અખિલેશે ટ્વીટ કર્યું છે કે હાર્દિક પટેલ પોતાના સમાજ તથા ખેડૂતો માટે ઉપવાસ પર છે. જે સરાહનીય બાબત છે. અમે તેને આગ્રહ કરીએ છીએ તે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કેમકે જનતાને જાગૃત કરનારા આંદોલન માટે સમર્થકોને તેની જરૂર છે.

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી મુદ્દે આમરણાંત ઉપવાસને લઈને હાર્દિક પટેલને અનેક લોકોનું સમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસે તો હાર્દિકને સીધો ટેકો જાહેર કરી ચૂકી છે. તેવામાં હવે ભાજપના સાંસદ શત્રુધ્ન સિંહા અને ભાજપના પૂર્વ નેતા યશવંત સિંહા આવતીકાલે હાર્દિક પટેલની મુલાકાત લેશે. આ બંને નેતા આવતીકાલે હાર્દિકના ઘરે પહોંચીને તેના ખબર અંતર પૂછશે. મહત્વનું છે કે શત્રુધ્ન સિંહા ભાજપના સાંસદ છે પણ તેઓ અવારનવાર મોદી સરકારની વિરુદ્ધમાં નિવેદનો કરાવ જાણીતા છે. તો એક સમયના ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય નાણા પ્રધાન યશવંત સિંહા પણ હાલની મોદી સરકાર સામે બાંયો ચઢાવી છે. યશવંતસિંહા લાલકૃષ્ણ અડવાણીના ખાસ ગણાય છે. ત્યારે આ બંને નેતાની હાર્દિક સાથેની મુલાકાત પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે.

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!