સલમાનખાન દોસ્તીની સાથે નિભાવે છે પાક્કી દુશ્મની, આ છે ટોપ મોસ્ટ દુશ્મનો

સલમાન સાથે બોલીવૂડના ઘણા માંધાતાઓને ગેરસમજ અને દુશ્મની થઇ છે. જોકે આ મુદ્દે  સલમાન તેમનાથી હજી પણ નારાજ છે અને તેમને માફી આપી નથી. આ યાદીમાં પહેલું નામ વિવેક ઓબેરોયનું આવે છે. સલમાન અને ઐશ્વર્યા રાય બચ્ચન પ્રેમમાં ગળાડૂબ હતા. ત્યારે વિવેક ઓબેરોય તેમની વચ્ચે આવ્યો હતો. આ દરમિયાન સલમાને વિવેકને સમજવાના ઘણા પ્રયાસ કર્યા હતા પરંતુ વિવેક માન્યો નહોતો. ઊલટાનું તેણે તો એક પ્રેસકોન્ફર્નસ યોજીને સલમાન વિશે બહુ ખરાબ બોલ્યો હતો. ત્યાર પછી વિવેકને પોતાની ભૂલનું ભાન થયું હતું પરંતુ ત્યારે બહુ મોડું થઇ ગયું હતું.

પ્રિયંકા ચોપરાથી પણ સલમાન નારાજ

આ ઘટના બાદ વિવેકને ઐશ્વર્યા તો ન મળી પરંતુ ટોચની ફિલ્મના કામ મળતા પણ બંધ થઇગયા.આજે પણ સલમાન તેને માફ કરવાના મુડમાં નથી. રણબીર કપૂર અને કેટરિના કૈફ પ્રેમમાં પડયા કે રણબીર સલમાનનો દુશ્મન થઇ ગયો. રણબીર ખાતર કેટરિનાએ સલમાનની મૈત્રી તોડી નાખી. તેઓ છ-સાત વરસ લિવઇન રિલેશનશિપમાં રહ્યા  અને છૂટા પણ પડી ગયા. સલમાન ત્યારથી રણબીરથી નારાજ છે.  પ્રિયંકા ચોપરાથી પણ સલમાન નારાજ છે. પ્રિયંકાએ સલમાનની ભારત ફિલ્મમાં પહેલા કામ કરવાની હા પાડી હતી અને શૂટિંગના છેલ્લા ટાણે તેણે આ ફિલ્મ છોડી દીધી હતી. 

આ યાદીમાં દિગ્દર્શક અનુરાગ કશ્યપનું પણ નામ

જોકે સલમાનના આ અણીના ટાણે કેટરિનાએ તેની પડખે રહી હતી. બસ ત્યારથી સલમાન પ્રિયંકાથી નારાજ છે. પ્રિયંકા સલમાનના પરિવાર અને તેની બહેન સાથે સારા સંબંધ રાખે છે પરંતુ સલમાન તેને માફ કરવા રાજી નથી.  આ યાદીમાં દિગ્દર્શક અનુરાગ કશ્યપનું પણ નામ આવે છે. કહેવાય છે કે અનુરાગના ભાઇ અભિનવને  દબંગ ૨ ના દિગ્દર્શક માટે સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે આ ઓફર ઠુકરાવી હતી. આ દરમિયાન અનુરાગે એક ટ્વિટ કર્યું હતું કે, સલમાનને લાગે છે કે તે મારા ભાઇની કારકિર્દી ઘડી રહ્યો છે, પરંતુ હું એવી આશા રાખું છું કે તે દબંગ ૨ દ્વારા પોતાના ભાઇની કારકિર્દી ઘડે. મારા ભાઇને તેની જરૂર નથી પરંતુ તેમને અમારી જરૂર છે. કહેવાય છે કે આ ટ્વિટ દ્વારા બન્ને વચ્ચે દુશ્મની થઇ ગઇ છે. 

ગાયક અરિજિત સિંહથી પણ સલમાન સખત નારાજ

ગાયક અરિજિત સિંહથી પણ સલમાન સખત નારાજ છે. અરિજિતે તેની વારંવાર માફી માંગી છે પરંતુ સલમાન માફ કરવાના મુડમાં નથી. સલમાન એક એવોર્ડ શોનું એન્કરિંગ કરી રહ્યો હતો. ત્યારે અરિજિત ઊંઘતો જોવા મળ્યો હતો. સલમાને આ અપમાનજનક લાગ્યું હતું. ત્યારથી સલમાન તેનાથી નારાજ હતો. એવામાં તેણે પોતાની એક ફિલ્મમાંથી  અરિજિતનું એક ગીત પણ કઢાવી નાખ્યું હતું. રેણુકા શહાણેએ કાળા હરણના મામલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ મુકી હતી જે સલમાનને પસંદ પડી નહોતી. ત્યારથી તે રેણુકાથી નારાજ છે.  ગાયિકા સોના મહાપાત્રા સાથે દુશ્મની ફિલ્મ સુલતાન દરમિયાન થઇ. સલમાનની એક વાત પર સોનાએ વિરોધ દર્શાવ્યો હતો. ત્યારથી તે આ ગાયિકાથી નારાજ છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter