GSTV

અમદાવાદ મનપાએ આ કારણે 300 ઇ-બસનું ટેન્ડર કર્યું રદ્દ, ૧,૦૦૦ થી ૧૨૦૦ કરોડનું ભારણ ઘટશે

Last Updated on August 1, 2020 by

કોરોનાની મહામારી વચ્ચે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ખર્ચ પર કાપ મુકવાનો નિર્ણય કર્યો છે. મનપાએ 300 ઇ-બસનું ટેન્ડર રદ્દ કર્યું છે. જેના કારણે મપનાને 10 વર્ષમાં 1 હજારથી લઇને બારસો કરોડ જેટલી નાણાકીય જવાબદારી ઓછી થશે. અમદાવાદ જનમાર્ગ લિમિટેડે ગત સપ્ટેમ્બરમાં 300 ઈ-બસોની ખરીદી કરવાની દરખાસ્ત મંજૂર કરી હતી. અને પછી તેનો વર્ક ઓર્ડર પણ આપી દીધો હતો.

ઇ-બસનું ટેન્ડર રદ્દ

  • કોરોનાની મહામારીને કારણે ૩૦૦ ઇ-બસનું ટેન્ડર રદ્દ
  • મનપાને ૧૦ વર્ષમાં ૧,૦૦૦ થી ૧,૨૦૦ કરોડનું ભારણ ઘટશે
  • મનપાએ ટેન્ડરના ફોર્સ મેઝર એટલે કે અનિશ્ચિતતાની શરતનો ઉપયોગ કરી રદ કર્યું ટેન્ડર
  • પ્રતિ કિમી ૬૧ રૂપિયા ઓપરેશન મેઇન્ટેનન્સ કોસ્ટનું ટેન્ડર પણ સામેલ હતું
  • સપ્ટેમ્બર-૨૦૧૯માં સબસીડી વગરની ૩૦૦ ઇ-બસ ખરીદવાનો નિર્ણય કરાયો
  • સબસીડી વગરની બસોની ખરીદીને કારણે ૨૦૦ કરોડથી વધુનું નુકસાન થાય તેમ હતું
  • બસની ખરીદીમાં કેન્દ્ર સરકારની પ્રતિ બસ ૪૫ લાખની સબસીડી ગુમાવવી પડી હતી

વિપક્ષ ઉપરાંત ભાજપના સભ્યોએ પણ આ નિર્ણયથી સરકારી તિજોરીને 200 કરોડથી વધુના નુકસાન થશે તેવી રજૂઆત કરી હતી. તેમ છતાં તંત્ર દ્વારા બસ ખરીદવાનું નકકી કરવામા આવ્યું. પરંતુ આખરે મનપાએ કોરોનાની મહામારીને ધ્યાને રાખીને ટેન્ડરના ફોર્સ મેઝર એટલે કે અનિશ્ચિતતાની શરતનો ઉપયોગ કરી 300 ઇ-બસોનું ટેન્ડર રદ કર્યું છે. બસોની ખરીદી સાથે તેમના 10 વર્ષના ઓપરેશન મેઇન્ટેનન્સનું પણ ટેન્ડર હતું. જેમાં પ્રતિ કિમી ઓપરેશન કોસ્ટ 61 રૂપિયા રાખવામાં આવી હતી. હવે આ ભારણ પણ ઘટશે. મહત્વનું છે કે બસની ખરીદીમાં કેન્દ્ર સરકારની પ્રતિ બસ 45 લાખની સબસીડી ગુમાવવી પડી હતી.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!