GSTV

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ઈન્ટરનેટ સેવા બંધ

Army killed 4 terrorists

Last Updated on October 11, 2018 by

જમ્મુ-કાશ્મીરના કુપવાડાના હંદવાડા ખાતે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે વધુ એક એન્કાઉન્ટર થવાના અહેવાલ છે. સુરક્ષાદળોએ હંદવાડા ખાતે ત્રણ જેટલા આતંકવાદીઓને ઘેરી લીધા હોવાના અહેવાલ છે. ઘેરાયેલા આતંકવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી મન્નાન વાની પણ સામેલ હોવાના અહેવાલ છે. એન્કાઉન્ટરને પગલે સંબંધિત વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે અને શાળા-કોલેજોને પણ બંધ રાખવામાં આવ્યા છે.

અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી જિયોલોજીમાં પીએચડી કરી રહેલા કાશ્મીરી વિદ્યાર્થી મન્નાન વાનીની હથિયાર સાથેની એક તસવીર સામે આવી હતી. મન્નાન વાનીના હિઝબુલ મુજાહિદ્દીનમાં સામેલ થવાનો અંદેશો વ્યક્ત કરાયો હતો. વાની ત્રણ જાન્યુઆરીથી ગાયબ હતો. મન્નાનની તસવીર સામે આવ્યા બાદ એએમયૂ પ્રશાસને તેને સસ્પેન્ડ કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે જમ્મુ-કાશ્મીરમાં પંચાયતની ચૂંટણીઓ વચ્ચે સેનાને ઈનપુટ્સ મળ્યા હતા કે લગભગ ત્રણસો આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં સક્રિય છે અને અઢીસોથી વધુ આતંકવાદીઓ પીઓકેમાંથી ઘૂસણખોરી કરવા માટેની ફિરાકમાં લોન્ચિંગ પેડ્સ પર એકઠા થયા છે. સેનાએ કાશ્મીર ખીણમાં આતંકવાદીઓના ખાત્મા માટે એક યાદી પણ તૈયાર કરી હતી. આ યાદીના આધારે ઓપરેશન ઓલઆઉટ ચલાવવામાં આવ્યું હતું. આ વિશેષ ઓપરેશન દ્વારા સેનાએ ઘણી મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે.

જમ્મુ કાશ્મીરના કુપવાડામાં આતંકીઓ અને સુરક્ષાદળના જવાનો વચ્ચે અથડામણ થઈ છે. સુરક્ષાદળોએ બેથી ત્રણ આતંકીઓને ઘેરી લીધા હોવાનું મનાય છે. આતંકીઓની અથડામણને લઈને કુપવાડામાં ઈન્ટરનેટ સેવા બંધ છે. જ્યાં અથડામણ ચાલી રહી છે. ત્યાની શાળાઓ કરાવવામાં આવી છે.

 

Related posts

Olympics: ટોક્યોના દંગલમાં બજરંગ પુનિયાનો દમ, જીતની સાથે કર્યો આગાઝ: પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત!

pratik shah

મોદીએ ગુજરાતને ઠેંગો બતાવ્યો: ગુજરાત કરતાં મહારાષ્ટ્ર-રાજસ્થાન પર કેન્દ્ર સરકાર ફિદા, ગુજરાતને માત્ર 72 કરોડ ફાળવ્યા

Pravin Makwana

Tokyo Olympics: શાબાશ! હોકીના મેદાન પર બ્રોન્ઝથી ચૂકી ભારતની દિકરીઓ છતાં રચ્યો ઇતિહાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!