GSTV

જમ્મુ કાશ્મીર સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર,ત્રણ આતંકીઓ ઠાર મરાયા

Last Updated on July 25, 2021 by Damini Patel

જમ્મુ કાશ્મીરના બંદીપોરા જિલ્લામાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે સામસામે ભારે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. સુરક્ષા જવાનો શોકબાબા જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા, આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

જે બાદ આતંકીઓને જાણ થઇ જતા સામસામે ગોળીબાર થયો હતો, જેમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. જ્યારે એક જવાન ગંભીર રીતે ઘવાયો હતો. બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂંચમાં એલઓસી પર એક માઇન વિસ્ફોટમાં સૈન્ય જવાન ગંભીર રીતે ઘવાયો હતો. સીપોય કમલ દેવ વૈદ્ય ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં ઓપરેશન ડયુટી માટે તૈનાત હતા.

સરહદે માઇન બ્લાસ્ટમાં એક જવાન શહીદ

જે દરમિયાન તેમનો પગ જમીનમાં આતંકીઓએ છુપાવેલા માઇન પર પડયો હતો જેને પગલે સૃથળ પર જ વિસ્ફોટ થઇ ગયો હતો જેમાં જવાન ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી હતી, જે દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. દરમિયાન જમ્મુ વિસ્તારમાં ડ્રોન એક્ટિવિટી વધી જતા ભારતે પાકિસ્તાન સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો.

બન્ને દેશોના સૈન્ય વચ્ચે કમાન્ડર સ્તરની બેઠક યોજાઇ હતી. જેમાં ભારત વતી બીએસએફ અને પાકિસ્તાન વતી પાકિસ્તાન રેંજર્સે ભાગ લીધો હતો. આ દરમિયાન જમ્મુમાં જે ડ્રોન હુમલા થયા હતા તેને લઇને ભારતે પાકિસ્તાન સમક્ષ વાંધો ઉઠાવ્યો હતો. પાકિસ્તાન રેંજર્સ દ્વારા આ બેઠકની વિનંતી કરવામાં આવી હતી જે બાદ તેને યોજવામાં આવી હતી.

બીજી તરફ સુરક્ષા જવાનોને પુરાવા મળ્યા છે કે પાકિસ્તાનના શક્કરગઢમાં ડ્રોનના કાવતરાનું એક કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં ત્રણ મહિનામાં 21 ડ્રોન તૈયાર કરીને ભારત તરફ મોકલવામાં આવ્યા હતા. હાલમાં જ જમ્મુમાં સૈન્ય અને પોલીસે પાંચ કિલો આઇઇડી લઇને જતુ ડ્રોન તોડી પાડયું હતું. જ્યારે જમ્મુ એરબેઝ પર ડ્રોન વડે હુમલા કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!