પાકિસ્તાન અશાંતિ ઉત્પન્ન કરાવાને પોતાના એકમાત્ર ઉદેશ્ય બનાવી લીધો છે. જમ્મુ-કાશ્મીરના જુદા જુદા વિસ્તારોમાં પાકિસ્તાની સેના દરરોજ યુદ્ધવિરામનો ભંગ કરી રહી છે. શનિવારે પાકિસ્તાને એલઓસીની નજીકના વિસ્તારોમાં યુદ્ધવિરામનો ભંગ કરતા ભારતના ચાર નાગરિકો ઘાયલ થયા હતાં.
ચાર ભારતીયો થયા ઘાયલ
પાકિસ્તાની સેના દ્વારા રામપુર સેક્ટર અને ઉરી સેક્ટરમાં મોર્ટારમારો કર્યો હતો. રામપુર સેક્ટરમાં એલઓસીની પાસે થયેલા ફાયરિંગમાં ચાર નાગરિક ઘાયલ થયા હતા. સેનાના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાની સેનાએ કોઈ પણ ઉશ્કેરણીવગર રામપુર અને ઉરી સેક્ટરમાં મોર્ટારમારો કરીને યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. ભારતીય જવાનો દ્વારા પાકિસ્તાનની આ હરકતનો આક્રમક ભાષામાં જવાબ આપવામાં આવ્યો છે. ઉરી સેક્ટરમાં પાકિસ્તાને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતુ. જેમાં એક મહિલા સહિત ત્રણ નાગરિક ઘાયલ થઈ ગયા હતા. પાકિસ્તાનના ફાયરિંગ બાદ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો