GSTV
Gujarat Government Advertisement

24 કલાક પહેલા જ આ IPS બતાવી દીધું હતું કેવી રીતે થશે વિકાસ દુબેનું એન્કાઉન્ટર, આ ટ્વિટ થઈ વાયરલ

Last Updated on July 11, 2020 by Bansari

ઉત્તરપ્રદેશના વોન્ટેડ ગુનેગાર વિકાસ દુબેના છટકી જવાથી લઈને તેની ધરપકડ સુધી અને ત્યારબાદ હવે એન્કાઉન્ટર પર સવાલો ઉઠી રહ્યા છે. સૌથી વધુ પ્રશ્નોના નિશાના પર ઉત્તર પ્રદેશની પોલીસ પર ઉભા છે. વિપક્ષ જ નહીં પરંતુ હવે પોલીસ વિભાગના કેટલાક ઉચ્ચ અધિકારીઓ પણ આ એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા જોવા મળ્યા છે. આ સમગ્ર મામલાની વચ્ચે આઈપીએસ અમિતાભ ઠાકુરનું એક દિવસ જૂનું ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. તેમણે આ ટ્વીટમાં પોલીસ કાર્યવાહી અંગે સવાલ ઉઠાવ્યા છે.

આ કાંડમાં સામે આવેલી પોલિસની ગંદકી પર કડક તપાસ જરૂરી

અમિતાભ ઠાકુરે એક ટ્વીટમાં લખ્યું છે કે વિકાસ દુબેએ આત્મસમર્પણ કર્યું છે. કદાચ આવતીકાલે તે યુપી પોલીસ કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયત્ન કરશે અને તેની હત્યા કરવામાં આવશે. આ રીતે વિકાસ દુબે ચેપ્ટર બંધ થઈ જશે. પરંતુ મારી દૃષ્ટિએ વાસ્તવિક જરૂરિયાત આ કાંડમાં સામે આવેલી યુપી પોલીસની અંદરની ગંદકીને ઈમાનદારીથી જોતા તેના પર નિષ્પક્ષ અને કડક પગલાં લેવાની છે.

લોકોએ અમિતાભના ટ્વિટને રિટ્વિટ કર્યું

લોકો અમિતાભના ટ્વિટને રિટ્વિટ કરી રહ્યા છે અને યુપી પોલીસ પર સતત સવાલ ઊભા કરી રહ્યા છે. આ પહેલા અમિતાભે ટ્વીટ કર્યું હતું કે આપણે વિકાસ દુબેની ધરપકડ કરી શકયા નથી. તેણે ઉજ્જૈનમાં શરણાગતિ સ્વીકારી લીધી. આટલી મોટી ઘટના બાદ પણ આપણે તેની ધરપકડ કરી શક્યા નહીં. તે ઘણી જગ્યાએથી દૂર-દૂર ભટકતો રહ્યો. મને લાગે છે કે આ મુદ્દાની પણ ઊંડાઈથી તપાસ કરવી જોઈએ.

ફરી એક વખત કર્યું ટ્વિટ

સવારે જ્યારે સમાચાર મળ્યા કે દુબે એન્કાઉન્ટરમાં વિકાસ માર્યો ગયો છે. તે પછી, અમિતાભ ઠાકુરે ફરી ટ્વીટ કરીને પોલીસને પૂછ્યું કે શું ઉતાવળ છે? અમિતાભે આજે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે આટલી ઉતાવળ શું હતી? કોનો બચાવ થઈ રહ્યો છે?

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ NCBએ કરી ધરપકડ, ચરસ કેસના તાર અંડરવર્લ્ડ સુધી જોડાયા

Zainul Ansari

પીએનબીને હજારો કરોડનો ચૂનો લગાવનાર ભાગેડુ નીરવ મોદીને બ્રિટનની અદાલતે આપ્યો ઝટકો, ભારત પ્રત્યાર્પણ રોકવાનું આવેદન ફગાવી દીધું

Harshad Patel

પંજાબ કોંગ્રેસ ઘમાસાણ મુદ્દે હાઈકમાન્ડ સક્રિય, રાહુલ ગાંધીને મળ્યા પંજાબ કોંગ્રેસના ટોચના નેતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!