GSTV

શ્રીનગરના મુજગુંડમાં ભીષણ અથડામણ, એક પાકિસ્તાની સહીત ત્રણ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરની ઉનાળું રાજધાની શ્રીનગરના બહારી વિસ્તાર મુજગુંડમાં ભીષણ અથડામણમાં સેનાએ લશ્કરે તૈયબાના એક પાકિસ્તાની આતંકવાદી સહીત ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. આ એન્કાઉન્ટરમાં પાંચ સુરક્ષાકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે. અથડામણ દરમિયાન લાગેલી આગમાં આતંકીઓના આશ્રયસ્થાન બનેલા મકાન સહીત ચાર મકાનો ક્ષતિગ્રસ્ત થયા છે.

અધિકારીઓનું કહેવું છે કે શુક્રવારે સાંજે લગભગ સાડા ચાર વાગ્યે પોલીસને જાણકારી મળી હતી કે ત્રણથી ચાર આતંકવાદીઓ લાલચોકથી લગભગ 15 કિલોમીટર દૂર મુજગુંડ મલૂરામાં આવેલા એક સ્થાનમાં છૂપાયેલા છે. નક્કર માહિતીના આધારે તાત્કાલિક ભારતીય સેનાની પાંચમી રાષ્ટ્રીય રાઈફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસનું વિશેષ અભિયાન દળ અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત કાર્યવાહી દરમિયાન વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ વિસ્તાર શ્રીનગર-બારામુલા રાજમાર્ગ પર આવેલા એચએમટી ચોકથી બાંદીપોરા તરફ જનારી સડક પર આવેલો છે.

સુરક્ષાદળોએ ઘેરાબંધી કરીને તમામ શંકાસ્પદ મકાનોની તલાશી શરૂ કરી હતી. સુરક્ષાદળો સર્ચ ઓપરેશન દરમિયાન ઘટ્ટ મોહલ્લામાં શેખ હમજા પબ્લિક સ્કૂલની નજીક પહોંચ્યા, તો ત્યાં આવેલા એક મકાનમાં છૂપાયેલા આતંકવાદીઓ પહેલા ગ્રેનેડ ફેંકયો અને બાદમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. આમા સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના બે જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનો બંદોબસ્ત કરીને સુરક્ષાદળોએ વળતો ગોળીબાર કર્યો હતો.

અથડામણના લગભગ એક કલાક બાદ સુરક્ષાદળોએ પહેલા આતંકવાદીને ઠાર કરવામાં સફળતા મેળવી હતી. બીજો આતંકવાદી અથડામણના બીજા કલાકમાં ઠાર મારાયો હતો. આ અથડામણ દરમિયાન સેનાના બે અને પોલીસનો અન્ય એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો.

તમામ ઘાયલોને બદામી બાગ ખાતેની સેનાની 92મી બેસ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. તે વખતે જ્યાં આતંકવાદી છૂપાયેલા હતા. ત્યાં એક જોરદાર વિસ્ફોટ થવાની સાથે આગ પણ લાગી હતી. આનાથી મકાનની આસપાસના અન્ય ત્રણ મકાનો પણ આગની લપેટમાં આવી ગયા હતા. તે વખતે સાડા નવ વાગ્યા સુધી ગોળીબાર થતો રહ્યો હતો.

એસએસપી શ્રીનગરે કહ્યુ છે કે હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાં એકાદ-બે વધુ આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. અથડામણમાં નષ્ટ થયેલા આતંકી અડ્ડાઓમાં બે આતંકવાદીઓની લાશ એક સ્થાને પડેલી દેખાઈ હતી.

સૂત્રો મુજબ ઠાર થયેલા આતંકવાદીઓમાં એક અલીભાઈ નામના પાકિસ્તાની આતંકીનો સમાવેશ થાય છે. તે ગત એક વર્ષથી ઉત્તર કાશ્મીરમાં સક્રિય હતો. ઠાર થયેલો બીજો આતંકી બાંદીપોરના હાજિનનો વતની મુદસ્સર અહમદ હોવાનું પણ સામે આવ્યું છે.

પાંચ માસ પહેલા ઘરેથી ફરાર 14 વર્ષીય આતંકીમજગુંડમાં ઠાર

જમ્મુ-કાશ્મીરના મજગુંડમાં સેનાએ ત્રણ આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. મજગુંડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓમાં 14 વર્ષના આતંકવાદી મુદાસિરનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં મુદાસિરની તસવીરો ગત સપ્તાહે સોશયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આ તસવીરમાં 14 વર્ષીય મુદાસિર એકે,47 સાથે દેખાઈ રહ્યો હતો. પોલીસનું માનવું છે કે આ તસવીર ત્રણ માસ જૂની છે. હાજિન બાંદીપોરાનો વતની મુદાસિર પોતાના એક અન્ય સાથીદાર સાથે 31 ઓગસ્ટથી ગાયબ હતો. પોલીસે કહ્યું છે કે નવમા ધોરણમાં અભ્યાસ કરતો આતંકી મુદાસિર રાશિદ આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબા સાથે જોડાયેલો હતો. મુદાસિર અને તેના 16 વર્ષીય સાથીદાર બિલાલને પાછો બોલાવવા માટે તેના પરિવારજનોએ ઘણી અપીલો પણ કરી હતી. જો કે તેમની અસર બેઅસર રહી હતી. પોલીસ મુજબ બંને આતંકીઓ પાંચ માસ પહેલા ગાયબ હતા. જે દિવસે બંને પોતાના ઘરેથી ફરાર થયા હતા. ત્યારે હાજિનમાં એક અથડામણ પણ થઈ હતી. આ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર થયા હતા.

મુજગુંડમાં અથડામણના અહેવાલ પ્રસરતા એચએમટી, પોમ્પોર, મલૂરા, લાવેપોરા અને અન્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં સ્થાનિકો દ્વારા જેહાદી સૂત્રોચ્ચાર થવા લાગ્યો હતો. સ્થાનિકો દ્વારા રાષ્ટ્રવિરોધી સૂત્રોચ્ચાર કરતા સડકો પર પથ્થરમારો શરૂ કરાયો હતો. તેવામાં સુરક્ષાદળોએ પણ ભીડને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ, ટિયરગેસ અને પેલેટગનનો ઉપયોગ કર્યો છે. આ કાર્યવાહીમાં પાંચ સ્થાનિકોના ઈજાગ્રસ્ત થવાના અહેવાલ છે.

Related posts

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

કોરોનાથી બચવા હવે માત્ર 3 રૂપિયા મળશે માસ્ક, આ રાજ્યે નક્કી કર્યા ભાવ

Ankita Trada

બિહાર માટે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો: સત્તામાં આવશું તો બેરોજગારોને આપશું દર મહિને આટલા રૂપિયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!