જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓની ઘેરાબંધી કરી છે. સુરક્ષાદળો અને આંતકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેના અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ ઠાર થયા હોવાના મીડિયા અહેવાલ છે. સુરક્ષાદળોએ મોડી રાત્રે અનંતનાગના કોકેરનાગમાં આતંકવાદીઓની હાજરીના ઈનપુટ્સના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા સુરક્ષાદળોએ વળતી કાર્યવાહી કરી હતી અને તેની સાથે જ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અથડામણને કારણે અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા અટકાવી દેવામાં આવી છે.