જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના તચવારા ગામે મોડી રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

માર્યા ગયેલા આતંકીઓની ઓળખ ઇરફાન અહેમદ અને ઇરફાન શેખ તરીકે થઈ છે. જે આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સભ્ય હતા. સુરક્ષા દળો ઘણા સમયથી બંનેની શોધમાં હતા.

હાલ સુરક્ષા દળોએ આ સમગ્ર વિસ્તારને સીલ કરી બાકીના આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. મહત્વનું છે કે છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીર ખીણમાં આતંકવાદી સંગઠનોએ આતંકી ઘટનાઓને અંજામ આપવાની ફિરાકમાં છે. પરંતુ સુરક્ષા દળો આતંકીઓના દરેક મનસૂબાઓને નાકામ બનાવી રહ્યા છે.
READ ALSO
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો