GSTV
Home » News » મહારાષ્ટ્રમાં પોલીસ વચ્ચે અથડામણ, બે નક્સલીને કર્યા ઠાર

મહારાષ્ટ્રમાં પોલીસ વચ્ચે અથડામણ, બે નક્સલીને કર્યા ઠાર

મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલીમાં નક્સલવાદી અને પોલીસ વચ્ચે અથડામણ ચાલી રહી છે. જેમાં બે નક્સલીનો ખાત્મો બોલાવાયો છે. પોલીસે જણાવ્યુ કે જિલ્લાના કોરચી જિલ્લામાં નારેકસા જંગલમાં અથડામણ ચાલી રહી છે. અત્યારે પોલીસ સર્ચ ઑપરેશન કરી રહી છે. બે નક્સલીઓના મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે જ્યારે 6 નક્સલી ઈજાગ્રસ્ત છે.

પોલીસે જણાવ્યુ કે ખાનગી સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારીના આધારે કાર્યવાહી કરવામાં આવી. સેનાને 1લી મે એ જવાનો પર હુમલો કરનારા માસ્ટરમાઈન્ટ ભાસ્કર વિશે જાણકારી મળી હતી. જે બાદ સર્ચ ઑપરેશન શરૂ કરવામાં આવ્યુ અને આ દરમિયાન નક્સલીઓ સાથે અથડામણ થઈ. 

સેનાની આ કાર્યવાહીમાં ભાસ્કર ઈજાગ્રસ્ત થયો છે. ભાસ્કર દંડકારણ્ય વિશેષ ઝોનલ કમિટીનો સભ્ય છે અને એપ્રિલમાં સેનાએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા ગઢચિરોલીમાં ૨૯મી જુલાઈએ નક્સલવાદીઓ સાથે અથડામણ થઈ હતી. જેમા એક મહિલા નક્સલવાદી ઠાર મરાઈ હતી.

READ ALSO

Related posts

બ્રેક્ઝિટ માટે બ્રિટન-EUમાં નવી ડીલ, PM બોરિસ જોન્સને કર્યું એલાન

Kaushik Bavishi

ઘોર કળીયુગ : ભાઈ બહેનનાં પવિત્ર સંબધને કર્યો શર્મસાર, પછી થયું એવું કે…..

pratik shah

દેશભરની તમામ ગર્ભવતી મહિલાઓને લઈને સામે આવ્યો ચોંકાવનારો અભ્યાસ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!