GSTV
Home » News » કાશ્મીરનાં અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓમાં અથડામણ, બે આંતકી ઠાર

કાશ્મીરનાં અનંતનાગમાં સુરક્ષાબળો અને આતંકીઓમાં અથડામણ, બે આંતકી ઠાર

જમ્મૂ-કાશ્મીરનાં અનંતનાગ જીલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. જાણકારી મુજબ સુરક્ષાબળોએ વિસ્તારમાં હિજબુલનાં બે આતંકીઓને ઠાર કરી દીધા છે. હાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. અનંતનાગના કોકેરનાગ વિસ્તારમાં સુરક્ષાબળોને આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. આ જાણકારી બાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. આ દરમ્યાન આતંકીઓએ તેમની ઉપર ફાયરિંગ કર્યુ હતુ.

હાલમાં સુરક્ષાબળો દ્વારા આતંકીઓને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. અહીં હજી પણ અથડામણ ચાલુ છે. આતંકીઓ સામે આ અભિયાનમાં જમ્મૂ-કાશ્મીર પોલીસ સિવાય 19 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફનાં જવાનો સંયુક્તરૂપથી સામેલ છે. વિસ્તારમાં ચારેય તરફથી ઘેરાબંધી કરીને ઘરોમાં તલાશી લેવાઈ રહી છે. મંગળવારે વહેલી સવારે જમ્મૂ-કાશ્મીરનાં પુલવામા જીલ્લાના કરીમાબાદ ગામમાં સુરક્ષાબળો દ્વારા શરૂ કરાયેલી શોધખોળ અભિયાનને પુરુ કરી દેવામાં આવ્યુ છે.

વહેલી સવારે ગામમાં ઘેરાબંધી અને શોધખોળ અભિયાન દરમ્યાન કોઈ આતંકી મળ્યો ન હતો. સુરક્ષાબળોની ઉપર પથ્થરમારો કરી રહેલાં યુવકોની ટોળી સાથે ઝડપ થયા બાદ શોધખોળ બંધ કરી દેવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, ગામમાં આતંકવાદીઓ હોવાની સૂચના મળ્યા બાદ છૂપાયેલાં આતંકીઓને બહાર કાઢવા માટે મોટી સંખ્યામાં સુરક્ષાબળો તલાશી લઈ રહ્યા હતા.

READ ALSO

Related posts

પરેશ ધાનાણીનો આરોપ, સરકારે કર્યો 39 હજાર કરોડના આઉટ સોર્સિગનો ગોટાળો

Nilesh Jethva

અમદાવાદમાં એસીબીએ એક અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો, લાંચની રકમ જાણીને તમે માથું ખંજવાળશો

Nilesh Jethva

ભડકાઉ અફવા ફેલાવવા બદલ વોટ્સએપ, ફેસબુક, ટ્વીટર અને ટીક-ટૉક પર FIR નોંધાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!