GSTV

જમ્મુ-કાશ્મીર/ શોપિયામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે થઈ અથડામણ, એક આંતકી મરાયો ઠાર- સર્ચ ઓપરેશન શરૂ

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના મેલહોરામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ.. જે દરમિયાન એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે.. સેનાએ હજી બે આતંકવાદીઓને ઘેર્યા છે.  સોમવારે સાંજે સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળી હતી.

સોમવારે સાંજે સુરક્ષાદળોને આ વિસ્તારમાં આતંકવાદી છુપાયા હોવાની બાતમી મળી

સેનાએ કેટલાક મકાનોની ઘેરાબંદી કરી

જે બાદ સમગ્ર વિસ્તારની ઘેરબંદી કરીને આતંકવાદીઓની શોધખોળ ચલાવવામાં આવી હતી.. તે દરમિયાન આતંકવાદીઓએ ફાયરિંગ કર્યું… અને વળતી કાર્યવાહીમાં એક આતંકવાદી ઠાર થયો.. જો કે આ આતંકવાદી કયા સંગઠનનો છે તેની હજુ સુધી જાણ થઇ શકી નથી.

ગુપ્ત માહિતીના આધારે સેનાએ કેટલાક મકાનોની ઘેરાબંદી કરી છે. ત્યારે આ દરમ્યાન એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી, જેમાં આતંકવાદીઓને સમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓએ સૈનિકો પર ફાયરિંગ કરીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બીજી તરફ જવાબી કાર્યવાહી બાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હજી પણ સેનાની કાર્યવાહી ચાલુ છે. તે જ સમયે, માર્યા ગયેલા આતંકી વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.

READ ALSO

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!