GSTV
Home » News » Movie Review: શિક્ષણ વ્યવસ્થામાં જડમૂળ સુધી ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે ‘વાય ચિટ ઇન્ડિયા’, ઇમરાન હાશ્મીનું દમદાર પરફોર્મન્સ

Movie Review: શિક્ષણ વ્યવસ્થામાં જડમૂળ સુધી ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે ‘વાય ચિટ ઇન્ડિયા’, ઇમરાન હાશ્મીનું દમદાર પરફોર્મન્સ

ઇમરાન હાશમીની ફિલ્મ ‘વાય ચિટ ઇન્ડિયા’ શુક્રવારે રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મ શિક્ષણ વ્યવસ્થામાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર આધારિત છે. ઇમરાન આ ફિલ્મમાં રાકેશ સિંહના કિરદારમાં છે જે પૈસા લઇને પરીક્ષાઓમાં ધનાઢ્ય વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમના બદલે હોંશિયાર વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે મોકલે છે. જો તમે આ ફિલ્મ જોવાનો પ્લાન બનાવી રહ્યાં હોય તો પહેલાં જાણી લો કેવી છે ઇમરાન હાશ્મીની ફિલ્મ…

સ્ટોરી

રાકેશ સિંહ ઉર્ફે રૉકી (ઇમરાન હાશ્મી) પોતાના અને પરિવારના સપના પૂરા કરવા માટે ચીટીંગની દુનિયામાં નીકળી પડે છે. રાકેશ તે માફિયા છે જે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓનો લાભ લે છે. રાકેશ ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓનો ઉપયોગ કરે છે. તે ગરીબ બાળકોને અમીર વિદ્યાર્થીઓના બદલે પરીક્ષામાં બેસાડે છે અને બદલામાં તેમને પૈસા આપે છે. તેને લાગે છે કે આવું કરીને તે કોઇ ગુનો નથી કરી રહ્યો. પરંતુ તેવામાં તેનો એક ખેલ ઉંધો પડી જાય છે અને તે પોલીસના હાથે આવી જાય છે. તે પછી શું થાય છે તે જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ

ઇમરાનની એક્ટિંગમાં ઘણી મેચ્યોરિટી જોવા મળે છે. ઇમરાને જે રીતે પોતાને રાકેશના કિરદારમાં ઢાળ્યો છે તે પ્રશંસનીય છે. આ ફિલ્મથી ડેબ્યૂ કરી રહેલી શ્રેયાનો અભિનય પણ સારો છે.

શા માટે જોશો ફિલ્મ

જો તમને એજ્યુકેશન સિસ્ટમ પર થતી ચિટીંગ વિશે જાણવાની ઇચ્છા હોય તો તમે આ ફિલ્મ જોઇ શકો છો.

Read Also

Related posts

85 કરોડ ડોલર હતા સામે પણ આ વ્યક્તિએ ફેસબુકની શરતો ન સ્વીકારી, ફોનમાંથી એપ ડિલીટ કરવાની આપી સલાહ

Arohi

ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં થયો વિસ્ફોટ, ઓરડામાં સૂઈ રહેલ યુવાન સાથે થયું આવું ભયાનક…

NIsha Patel

બેસ્ટ ફ્રેન્ડના લગ્ન બાદ દીપિકાના થયા એવા હાલ કે ફોટો જોઈ ઓળખી પણ નહીં શકો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!