GSTV
Home » News » ઈમરાન હાશ્મીને ઘર ચલાવા માટે ક્યારેક કરવું પડ્યું એવું કામ, જાણી રહી જશો દંગ

ઈમરાન હાશ્મીને ઘર ચલાવા માટે ક્યારેક કરવું પડ્યું એવું કામ, જાણી રહી જશો દંગ

ઈમરાન હાશ્મી અત્યારે અમિતાભ બચ્ચન સાથે ચહેરા ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. પહેલાં દિવસથી આ ફિલ્મ ચર્ચામાં રહેવા લાગી છે. ફિલ્મના સેટ પરથી અમિતાભ અને ઈમરાનની બધી તસવીરો સામે આવી ગઈ છે. થોડા દિવસો પહેલાં ફિલ્મ સાથે જોડાયેલા અભિનેતા રધુબીર યાદવનો જબરદસ્ત લુક સામે આવ્યો છે.

બોલિવૂડમાં ઓછી ફિલ્મો કરનાર ઈમરાન હાશ્મીએ એક ઈંટરવ્યૂમાં કહ્યું ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રાખવું એક બહુ મોટો પડકાર હોય છે. ઈમરાન હાશ્મીએ સિનેજગતમાં લગભગ બે દશકથી પણ વધારે સમયમાં અલગ-અલગ ભૂમિકા નીભાવી પોતાની એક અલગ ઓળખ બનાવી છે. તેનું માનવું છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં જે સંઘર્ષ હોય છે તેનો ક્યારેય અંત નથી આવતો.

તેણે આગળ વાત કરતાં કહ્યું કે, એક અભિનેતા કદાચ સૌથી વધારે અસુરક્ષિત છે, જો તે તમને કહે કે તે અસુરક્ષિત નથી તો ખોટું બોલી રહ્યો છે એમ માનવું. કોમ્પિટિશનમાં ટકી રહેવું સરળ નથી. બધાનો સંઘર્ષ ચાલુ રહે છે. આ એક પ્રકૃતિ છે. એક વસ્તુથી બીજી વસ્તુનો રસ્તો બને છે. મારા પાસે કોઈ યોજના નથી તક ઝડપો અને આગળ વધો. તે કહે છે કે કરિયરના મજા લઈ રહ્યો છે, જ્યાં તેને સારી ભૂમિકા નીભાવવાની તક મળે છે.

તેમાં નેટફ્લિક્સ ઈંડિયા ઓરિજિનલની બાર્ડ ઓફ બ્લડમાં ભારતીય ગુપ્તચર એજન્સી કબીર સિંહનો રોલ કર્યો છે. હાશ્મી કહે છે કે આ મારા માટે સારો સમય છે. ભૂતકાળમાં ઘર ચલાવા માટે કેટલીક ફિલ્મો મન વગર કરી હતી. તે મારા વિચારથી અલગ હતી. પરંતુ હવે સારો સમય છે. નેટફ્લિક્સ જેવા મંચો પર યર્થાથવાદી ફિલ્મો આવી રહી છે. સાત એપિસોડની બિલાલ સિદ્દિકીની બુક પર આધારિત છે. આ સીરીઝના નિર્માતા સુપરસ્ટાર શાહરૂખ ખાનની રેડ ચિલીજ એંટરટેન્મેંટ છે.

Related posts

ચોર નોટો ગણવામાં એટલો વ્યસ્ત હતો કે બંદૂક મૂકી નીચે, પછી મહિલા ભણાવ્યો એવો પાઠ કે….

pratik shah

2019ની ધનતેરસ છે ખૂબ ખાસ, આવુ કરવાથી તમારા ઘરમાં રહેશે ધનનો ભંડાર

Kaushik Bavishi

વિક્રમ લેન્ડર મામલે આવી નવી ખુશખબર, અમેરિકાએ આપ્યા આ સમાચાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!