GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

NPRના ડરના કારણે આખા ગામે બેંકના ખાતાઓ કરી નાખ્યા સાફ

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એક જાહેરાતે તમિલનાડૂના એક ગામમાં (NPR) મુશ્કેલીઓ વધારી છે. આ જાહેરાત 11 જાન્યુઆરીએ એક સ્થાનિક અખબારમાં પ્રકાશિત થઈ હતી. જેમાં બેંકના ખાતેદારોને જલ્દીથી KYC કરવાનું કહેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં જરૂરી દસ્તાવેજોની સાથે સાથે NPR ને પણ જોડવામાં આવ્યું છે.

NPR

આ જાહેરાત બાદ ગામમાં લોકોની બેંક આગળ લાઈન લાગી ગઈ. હકીકતમાં જોઈએ તો, આ વિસ્તારમાં અફવા ફેલાઈ હતી કે, આ જાહેરાત કથિત રીતે CAA સાથે જોડાયેલી છે. આ અફવાનું પરિણામ એ આવ્યું કે, બેંકની આ બ્રાંચમાં જાન્યુઆરી 20થી 22 વચ્ચે કયાલપત્તિનમના લોકોએ લગભગ 4 કરોડ રૂપિયા ઉપાડી લીધા.

આ વિસ્તારના બેંકના અધિકારીએ જણાવ્યું હતું કે, NPR જરૂરી છે. જ્યારે અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, KYCમાં NPRની કોઈ જરૂર નથી. બેંકને આ માટે ફક્ત આધાર અથવા તો પાનકાર્ડની જરૂર પડે છે. આટલા દસ્તાવેજ બેંકમાં ખાતું ખોલવા માટે પુરતા છે. રિઝર્વ બેંકે આ અંગે સ્પષ્ટ નિયમ પણ બનાવ્યા છે.

READ ALSO

Related posts

flipkartને થઈ ગઈ ચાંદી જ ચાંદી, વોલમાર્ટની આગેવાનીવાળા સમૂહોએ કર્યું અબજોનું રોકાણ

Pravin Makwana

સુરત : સ્મશાન ગૃહમાં કલાકોનું વેઇટિંગ બોલાતા પરિવાજનો અંતિમવિધિ વિના સ્વજનની લાશ અન્ય સ્મશાને લઈ ગયા

Nilesh Jethva

કોરોનાને નાથવા માટે ભારતમાં થઈ રહ્યો છે આ 6 દવાનો ઉપયોગ, જાણો કઈ કિંમતે મળશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!