GSTV
Home » News » નોકરિયાતો માટે સૌથી મોટી ખુશખબર, મોદી સરકાર ઈન્કમટેક્સ સ્લેબમાં આપશે રાહત

નોકરિયાતો માટે સૌથી મોટી ખુશખબર, મોદી સરકાર ઈન્કમટેક્સ સ્લેબમાં આપશે રાહત

જો તમે નોકરી કરો છો અને તમે આવકવેરો ચૂકવો છો, તો તમને જલ્દીથી મોદી સરકાર તરફથી મોટી રાહત મળી શકે છે. સરકાર મધ્યમ વર્ગને ઇન્કમટેક્સ સ્લેબમાં ઘટાડો કરી ગિફ્ટ આપી શકે છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ રજૂ થનારા બજેટમાં તેની જાહેરાત કરી શકે છે.

10 લાખ રૂપિયા સુધી આવક પર થશે ફેરફાર

સરકાર ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં ઓછી અને મધ્યમ આવકના પગારદાર લોકોને રાહતની જાહેરાત કરીને વ્યક્તિગત આવકવેરાના દરમાં ફેરફાર કરી શકે છે. આ નવા ટેક્સ સ્લેબ હોઈ શકે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં 2.5 લાખથી 10 લાખ રૂપિયાની આવક પર કરવેરા દર ઘટાડીને 10 ટકા કરી શકે છે.

પગારદાર, મધ્યમ આવક ધરાવતા લોકોને રાહત થશે

10 લાખથી 20 લાખ રૂપિયાની આવક ધરાવતા લોકો માટે ટેક્સ રેટ ઘટાડીને 20 ટકા કરી શકાય છે. જોકે, રૂપિયા 2.50 લાખની ટેક્સ છૂટની મર્યાદા યથાવત રહી શકે છે. એવું માનવામાં આવે છે કે આવકવેરાના દરમાં ફેરફારથી પગારદાર, મધ્યમ આવક ધરાવતા લોકોને રાહત થશે. અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા સરકારે લીધેલા પગલાઓથી મધ્યમ વર્ગને ખાસ લાભ મળ્યો નથી.

ટાસ્ક ફોર્સે આ વર્ષે ઓગસ્ટમાં તેનો અહેવાલ સુપરત કર્યો હતો

સપ્ટેમ્બરની શરૂઆતમાં સરકારે કોર્પોરેટ ટેક્સમાં ભારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા સીધા કરવેરા કોડ માટે સ્થાપિત ટાસ્ક ફોર્સની ભલામણો અનુસાર વ્યક્તિગત આવકવેરા મુક્તિની યોજના પર પણ કામ ચાલી રહ્યું છે. ટાસ્ક ફોર્સે આ વર્ષે ઓગસ્ટમાં તેનો અહેવાલ સુપરત કર્યો હતો. નાણાં મંત્રાલય આ અહેવાલ વિચારણા હેઠળ છે.

Related posts

રાહત પેકેજમાં વિલંબનાં વિરોધમાં આ સરકારી કંપનીનાં દેશભરનાં કર્મચારીઓ આજે છે ભૂખ હડતાળ પર

Mansi Patel

મોદી સરકારની આ યોજનાથી ખેડૂતોની આવકમાં થઈ રહ્યો છે વધારો, બમણી થઈ જશે ઈનકમ

Mansi Patel

આ છે એ શેફ જેના હાથનું સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ કરશે ટ્રમ્પ અને મેલેનિયા, જાણો મેનૂમાં શું છે ખાસ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!