GSTV

નોકરી જતી રહી છે તો ચિંતા ન કરતા! 3 મહીનાનો 50 ટકા મળશે પગાર? અહીંયા કરી શકાશે ક્લેમ

સરકાર જલ્દી જ અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના શરૂ કરવા જઈ રહી છે. જે હેઠળ ESIC એટલે કે, કર્મચારી રાજ્ય વીમા નિગમમાં રજિસ્ટર્ડ કર્મચારીઓની જો લોકડાઉન દરમિયાન નોકરી ખતમ થઈ ગઈ છે તો, તેને ત્રણ મહીનાનો પગાર 50 ટકા ક્લેમ કરવાનો હક હશે. પછી ભલે તેમણે બીજી વખત નોકરી કેમ શરૂ ન કરી લીધી હોય. શુક્રવારે સરકારે તેની ઔપચારિક નોટિસ જાહેર કરી દીધી છે. જે હેઠળ સરકાર 44 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે.

હવે દરરોજ આવી રહ્યા છે ક્લેમ

શ્રમ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર આ યોજનાની જાહેરાત પહેલા જ કરી ચૂકી હતી, પરંતુ તેનો રિસ્પોન્સ ઓછો હતો. લેબર મિનિસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજના હેઠળ દરરોજ 400 ક્લમે આવવાના શરૂ થઈ ગયા છે. છેલ્લા મહીને મંત્રાલયે આ યોજનાનો સમયગાળો વધારી દીધો હતો. છેલ્લા મહીને સરકારે આ યોજના હેઠળ ત્રણ મહીનાની અડધી સેલેપી ક્લેમ કરવાના નિયમને મંજૂરી આપી દીધી હતી. આ પહેલા 25 ટકા સેલરી ક્લેમ કરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યા હતા. ખરેખર સરકારે મોટા પ્રમાણમાં અસંગઠિત સેક્ટરમાં નોકરીઓ ગુમાવી ચૂકેલ લોકોમાં ઊભા થયેલ અસંતોષને નબળા કરવા માટે આ પગલુ ઉઠાવવામાં આવ્યુ છે.

સીધા ESIC ની બ્રાંચમાં કરી શકાય છે દાવો

સીધા ESIC હેઠળ કર્મચારીઓને કોઈપણ લાભ એમ્પ્લોયર પાસેથી મંજૂરી મેળવ્યા પછી, પરંતુ હવે મજૂર મંત્રાલયના નિયમો અનુસાર, હવે કર્મચારી સીધા લાભ માટે દાવો કરી શકે છે. તેની હેઠળ દાવો ESICની બ્રાંચમાં કરી શકાય છે. ESIC હેઠળ લગભગ 3.4 કરોડ પરિવારોને મેડિકલ ઈંશ્યોરેંસ કવર મળે છે. જ્યારે કે, 13.4 લાભાર્થીઓને રોકડ લાભ મળે છે. નવી યોજના હેઠળ સરકારે દેશના 740 જિલ્લાઓમાં ઇએસઆઈસી સેવાનો વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે.

READ ALSO

Related posts

પેટા ચૂંટણી અને પક્ષપલટો કરતા ધારાસભ્યને લઈને ગુજરાત હાઇકોર્ટેમાં જાહેરહિતની થઈ અરજી

Nilesh Jethva

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!