GSTV

જો ફસાઈ ગયા છે તમારા PFના પૈસા! તો અપનાવો આ 3 રીતો, સરળતાથી મળી જશે ફંડ

Last Updated on August 16, 2019 by Mansi Patel

પ્રોવિડન્ટ ફંડના પૈસા દરેક માટે ઘણા મહત્વનાં હોય છે. એક તો રિટારમેન્ટ ફંડ છે અને બીજા ઈમરજન્સીમાં તેને નિકાળવાથી તે બહુજ કામ આવી શકે છે. પરંતુ જો કોઈ કારણથી પૈસા ફસાઈ જાય તો શું કરશો? ઘણીવાર એવું થાય છેકે, તમે નોકરી છોડીને બીજી કોઈ કંપનીમાં કામ કરવા જાવ છો તો પાછલી કંપની પૈસા પર ધ્યાન આપતી નથી. ઘણીવાર કંપની બંધ થઈ જવાને કારણે પણ તમે પીએફનાં પૈસા ભૂલી જાવ છો. અને જ્યારે તેને નીકાળવાના પ્રયાસો કરો છો ત્યારે જાણ થાય છે કે તે ફસાઈ ગયા છે. જો તમારું ફંડ ફસાઈ જાય તો તેને કાઢવા માટે અમુક રીત છે.

EPFOની સામે રાખો તમારો પક્ષ

EPFOએ દરેક જાતના ક્લેઈમ સેટલમેન્ટ માટે 7થી 10 દિવસની ડેડલાઈન રાખી છે. નક્કી કરેલાં ટાઈમમાં સેટલમેન્ટ થવું જ જોઈએ. જો કોઈ કારણસર ડેડલાઈનમાં ક્લેઈમ સેટલમેન્ટ ન થાય તો EPFOને ફરિયાદ કરીને કોઈ મોટા અધિકારીને મળવું જોઈએ.

ઓનલાઈન પણ કરી શકો છો ફરિયાદ

કર્મચારી ભવિષ્ય નિધિ એટલેકે પ્રોવિડન્ટ ફંડ સાથે જોડાયેલી ફરિયાદ EPFOના ઓનલાઈન પોર્ટલ પર પણ કરી શકાય છે. આ પોર્ટલ EPFOએ ફરિયાદ માટે જ બનાવ્યુ છે. ફરિયાદ કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો.

  • સૌથી પહેલાં https://epfigms.gov.in પર જાવ
  • પેજમાં સૌથી ઉપર ડાબી બાજુ Register Grievance પર ક્લિક કરો.
  • Register Grievance પર ક્લિક કરવાથી એક પેજ ખૂલશે. અહીં PF Member પર ક્લિક કરો.
  • અહીં UAN  નંબર અને Security Code નાંખીને Get Detailsના બટન પર ક્લિક કરો.
  • આગામી પેજ પર UANથી સંબંધિત જાણકારી આવી જશે. હવે  Get OTP પર ક્લિક કરો, OTP આવ્યા બાદ તેને નોંધી લો.
  • ડિટેઈલ્સ વેરિફાઈ થયા બાદ તમે પોતાની ફરિયાદ નોંધી શકો છો.

RTIથી તમારા સ્ટેટસ વિશે જાણો

જો તમે કોઈ ક્લેઈમ કરેલું છે અને તેનો કોઈ જવાબ આવતો નથી તો એવામાં સૂચના અધિકાર કામમાં આવે છે. તમે EPFOથી પીએસ સાથે જોડાયેલાં ક્લેમ, મોડું થવાનું કારણ, ક્લેમ સેટલમેન્ટમાં મોડું જેવી જાણકારીઓ RTIથી મેળવી શકો છો. ઓનલાઈન RTI દાખલ કરવા માટે તમારે https://rtionline.gov.in/ પોર્ટલ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારી જાણકારી માંગી શકો છો.

READ ALSO

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

શ્રાદ્ધ પક્ષ/ શું તમારા જીવનમાં પણ ઘટી રહી છે આવી ઘટનાઓ? તો જાણી લો પિતૃ દોષના લક્ષણ અને ઉપાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!