GSTV
Gandhinagar Trending ગુજરાત

આશ્રમ શાળા કર્મચારી સંઘના નેજા હેઠળ કાલથી ધરણા, પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ગાંધીનગર તરફ કૂચ

ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ ધરણા કરશે. ૨ ઓક્ટોબરે ગાંધીનગર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે. સત્યાગ્રહ છાવણી પર અચોક્કસ મુદતના ધરણાની જાહેરાત કરવામાં આવી હતી. શિક્ષકોને ૪ હજાર ૨૦૦નો ગ્રેડ પે આપવા માંગણી કરવામાં આવી છે. સાતમા પગાર પંચના લાભો અને સળંગ નોકરી માટે પણ માંગણી કરવામાં આવી છે.

રાજ્યભરમાં આવેલ ૭૫૦ જેટલી આશ્રમ શાળાઓના હજારો કર્મચારીઓની વર્ષોથી પડતર માંગણીઓના સંતોષાતા રજી ઓક્ટોબરથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અચોક્કસ મુદતના ધરણાં કરવાની ગુજરાત રાજ્ય આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા એલાન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય આશ્રમ શાળા સંઘ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઇ ૧૫મી સપ્ટેમ્બરથી આંદોલન કરી રહ્યા છે જેમાં પ્રથમ ૧૫મી સપ્ટેમ્બરે દરેક જિલ્લાઓમાં કલેક્ટર કચેરી ખાતે રેલી અને આવેદનપત્ર આપ્યું હતું.

૧૬ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી. ત્યારબાદ ૧૯મીએ માસ સી.એલ. ભોગવી હતી અને ૨૨મી સપ્ટેમ્બરે રાજ્યની દરેક જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રતિક ધરણા યોજ્યા હતાં છતાં પણ આશ્રમ શાળા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા હવે આશ્રમ શાળા કર્મીઓ ગાંધીનગર તરફ કૂચ કરશે તેમ સંઘના પ્રમુખે જણાવ્યું હતું.

આશ્રમ શાળા કર્મચારીઓની ૧૮ માંગો છે જેમાં મુખ્યત્વે એસ.સી. અને બક્ષીપંચના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવો તથા ગૃહપતિ-ગૃહમાતાની જોગવાઇ, ૪૨૦૦ ગ્રેડ પેના લાભો મુખ્ય માંગો છે.

READ ALSO

Related posts

Vehicles Sales/ નવેમ્બરમાં વાહનોનું રેકોર્ડ વેચાણ, ઉદ્યોગ માટે અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો

Padma Patel

ના હોય! / યુપીમાં ઉંદરની હત્યાના આરોપમા યુવકની ધરપકડ બાદ જામીન પર મુક્તિ, ફોરેન્સિક રિપોર્ટેમાં થયો ચોંકાવનારો ખુલાસો

Kaushal Pancholi

પંચાંગ તા.2-12-2022, શુક્રવાર: આજે માગશર સુદ દસમ, જાણો આજના ચોઘડિયા અને શુભ મુહૂર્ત

Kaushal Pancholi
GSTV