રિટાયરમેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન EPFOના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, PF ખાતાધારકોને જલ્દી સારા સમાચાર મળી શકે છે. EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના લાવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં કર્મચારી પેન્શન યોજના (EPS) હેઠળની મર્યાદાને હટાવી શકે છે. હાલમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય આવે તેવી આશા છે. એવું માનવામાં આવે છે કે 20,000 રૂપિયાના મૂળ પગાર પર, પેન્શનમાં ઓછામાં ઓછા 8571 રૂપિયાનો વધારો થશે. ચાલો જાણીએ કે 15000ની મર્યાદા ખતમ થયા પછી કર્મચારીઓને કેટલો ફાયદો થશે.

EPS ના નિયમો શું છે
નોકરી કરતી દરેક વ્યક્તિ EPSના સભ્ય બને છે. કર્મચારીઓના પગારનો 12 ટકા હિસ્સો EPFમાં જાય છે. આટલી જ રકમ તેમની કંપની દ્વારા પણ આપવામાં આવે છે. તેમાંથી 8.33 ટકાનો હિસ્સો પણ EPSમાં જાય છે. હાલમાં 15,000 રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ હિસાબે કુલ પેન્શન (15,000નું 8.33%) માત્ર 1250 રૂપિયા થાય છે.
મહત્તમ પેન્શન રૂ. 7,500
કર્મચારીની નિવૃત્તિ પછી, પેન્શનની ગણતરી માટે મહત્તમ પગાર માત્ર 15 હજાર રૂપિયા માનવામાં આવે છે. આ રીતે, EPS હેઠળ કર્મચારીને મહત્તમ પેન્શન 7,500 રૂપિયા મળી શકે છે.

આ રીતે પેન્શનની ગણતરી કરવામાં આવે છે
ઉદાહરણ તરીકે, જો કર્મચારી 1 સપ્ટેમ્બર, 2014 પછી EPS શરૂ કરે છે, તો પેન્શન યોગદાન 15,000 રૂપિયા હશે. જો તેણે 30 વર્ષથી કામ કર્યું હોય.
માસિક પેન્શન = 15,000 X 30/70 = રૂ. 6428.
READ ALSO:
- રખડતા ઢોરોનો ત્રાસ! આખલાની અડફેટે આર્મીના પેરા કમાન્ડોનું મોત, મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો
- ઈન્કટેક્ષની રેડ! અમદાવાદ ITનો રેલો હિંમતનગર, પ્રાંતિજ સુધી લંબાયો, એશિયન સિરામિક્સ ગ્રુપની ફેક્ટરી, શો રુમ અને ડીરેક્ટરોના ઘરે દરોડા
- રાઉન્ડ પિઝા માત્ર ચોરસ બોક્સમાં જ કેમ મળે છે? હાર્ડકોર ફાસ્ટ ફૂડ પ્રેમીઓ પાસે પણ નહીં હોય જવાબ!
- સરકારી નોકરી / ગુજરાત મેટ્રો રેલના અનેક પદો પર ભરતી, અરજી કરવા માટે બચ્યા માત્ર આટલા દિવસ
- એકને જોઈને બીજાને કેમ આવે છે બગાસું? જાણો શું છે તેના પાછળનું વિજ્ઞાન